________________ હૈયુ સંવેદનશીલ બનશે? સમુદ્ર સ્વભાવે શાંત સ્થિર છે છતાં પવનનો પ્રકોપ આવી જાય તો ભયંકર મોજા ઉછળે છે તેમ આત્મામાં મોહનો પ્રકોપ થાય છે તો જે હાથવેતમાં હતું તે ઝૂંટવાઈ જાય છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે સ્થિરતા પ્રાપ્ત કરવાની છે તેનો ઉપાય ક્રિયા રૂચિ છે યોગની ક્રિયા દ્વારા ઉપયોગને સ્થિર કરવાનો છે. સામાયિકનો યોગ અંદરના સામાયિક સાથે સંબંધ બાંધવા માટે છે એને કોણ કરી શકે? જે સતત સામાયિકના ઉપયોગમાં હોય તે. ત્રણ - પ્રણિધાન :- (1) મોક્ષનો લક્ષ દેઢ હોય (ર) એના ઉપાય તરીકે પાંચ સમિતિ - ત્રણ ગુતિ રૂપ અષ્ટ - પ્રવચન માતાનું પાલન હોય. (3) નિરૂપાધિક સંકલ્પવાળી અહિંસાનું પાલન, ક્રિયારૂચિ છે કે નહીં તે દર્શન જ્ઞાન ચારિત્રતપ, વીર્ય રૂપ આરાધનાથી જણાશે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન-ચારિત્ર-તપાદિ ગુણો શુદ્ધ બનતા નથી. ચારિત્રગુણની અનુભૂતિ દેવો કરી શકતા નથી. દેવોને દેવી સુખ હોવા છતાં તેઓ પણ મનુષ્ય ભવને ઝંખે છે. આત્માના “એક પ્રદેશનું જે સુખ નવિ માવે લોકાલોક' તે મુનિપણામાં જ પ્રાપ્ત થાય છે માટે દેવો તેને ઝંખે છે મુનિપણામાં જો અષ્ટ - પ્રવચન માતાનું પાલન કરે તો જ તે સુખને મેળવી શકે છે. આત્મ સ્થિરતા માટે કષાયોની જેટલા અંશે ગેરહાજરી તેટલા અંશે સ્થિરતા થાય. પરમાત્માના વચન મુજબ મન-વચન-કાયાના યોગને પ્રવર્તાવી દેવા તે આત્મસ્થિરતા છે. જ્ઞાનની શુદ્ધિ માટે ચારિત્ર જરૂરી છે. આગમ માટે ગૃહસ્થ અધિકારી બનતા નથી માટે જ હરિભદ્ર બ્રાહ્મણને આચાર્ય ભગવંતે દીક્ષા આપી. તપવિના ચારિત્રશુદ્ધ બને નાહી માટે “સુખ તપ' એમ ગૃહસ્થો સાધુને પૂછે છે. 12 પ્રકારના તપ વિના ચારિત્ર શુદ્ધ થતું નથી પછી વિનય આવે. સાધુજ ગુરૂનો વિનય કરી શકે. ગીતાર્થ ગુરૂને પકડયા પછી પોતાની બુદ્ધિને ગિરવે મૂકી દે તો જ ખરો શિષ્ય બની શકે. આટલું આવે પછી જ સાધુ જ્ઞાનસાર // 208