________________ વિષે આશ્ચર્ય કે આસક્તિ ન થાય. આત્મા અપ્રમત્તે ક્યારે બને? જગતના જીવો દુઃખોથી ભયંકર રીતે પીડાઈ રહ્યા છે જયારે આનુ ભાન થશે ત્યારે આત્મા અપ્રમત્ત બનશે. જગતના દુઃખી જીવોને જોઈને કરૂણાર્તિ બનીયે તો અષ્ટપ્રવચન માતા પાળી શકાય એના માટે ૩પ્રણિધાન થવા જોઈએ. (1) મારે તો જે આત્મામાં રહેલો પ્રમોદ રૂપી મોક્ષ છે તેને પામવો છે. (2) આપણે નિરૂપાધિક સંકલ્પવાળું અહિંસાનું પાલન કરવાનું છે. (3) અહિંસાનું પાલન કરીએ છીએ તે અનેક ઉપાધિવાળા સંકલ્પથી કરીએ છીએ માટે આત્માને આત્માનો અનુભવ નથી થતો. ઉપાધિ શું? લોકોમાં પોતાની ઈચ્છા, પુણ્ય બંધાય પરલોકમાં દેવાદિગતિ મળે. આ બધું ઉપાધિ છે. ધર્મ કરતા કષ્ટ આવે તે નથી જોઈતા કયારે જલ્દી પુરૂં થાય એવા વિચારો હોય તો અનુભૂતિ થવાની નહીં. નિરૂપાધિક સંકલ્પ કર્યો તો એમાં વિઘ્નો છે એ જાણવા પડે પ્રસન્ન ચંદ્રરાજર્ષિનો નિરૂપાધિક સંકલ્પ છતાં પુત્રસ્નેહનું નિમિત્ત નડી ગયું. મરિચિને શરીરનું નિમિત્ત નડી ગયું. મરિચિએ ચારિત્ર લીધુ હતું, શીતાગારવ નડી ગયું અશાતાનો ઉદય શાતાનો રાગ નડ્યો અને જમાલીને સ્વચ્છંદતાનો રાગ નડયો. ભણીને (11 જુદા થયા, શરીરની અવસ્થા થતાં એકાંત મત પકડાઈ ગયો. સાધુને ગુરૂથી જુદા થવાનો ભાવ ન થવો જોઈએ. 0 અષ્ટ પ્રવચન માતાનો અધિકારી કોણ બની શકે? ગીતાર્થ ગુરૂમાતાને સમર્પિત થઈને જે જિનાજ્ઞાનું પાલન કરે છે તે ભાવથી દ્રવ્ય -પાલન છે, તે ગુરૂ સન્મુખ રહેવાવાળો હોય, ગુરૂમાં જ તન્મય બની જનારો હોય, ગુરૂની ઈચ્છા પ્રમાણે ગુરૂને આગળ કરી ચાલનારો હોય ગુરૂની આજ્ઞાને માનનારો હોય ગુરૂથી દૂર જવાની ઈચ્છાવાળો ન હોય તેજ અષ્ટ જ્ઞાનસાર // 206