________________ ગુમાવે કારણ કર્મના ઉદયે બધું થયા જ કરે. પણ અંદરનો આત્મા તો ગુણવાન છે. સમાધિ આત્માનો પોતાનો સ્વભાવ જ છે એટલે એને સમતામાં જ રહેવાનું છે. મોહના ઉદયથી જડનું જ દર્શન થશેજડને છોડીને ચેતનને પકડો તો સમતા સમાધિ રહે. મોહના ઉદયથી સમાધિનો ધ્વંસ થાય છે માટે આત્મધર્મના જીવે સ્થિરતા કરવી અર્થાત્ હેયના જ્ઞાતા બનવાનો જે સ્વભાવ છે તે સ્વભાવને સ્થિર કરવો જોઈએ. નિશ્ચયથી આત્મા અરૂપી છે અને વ્યવહારથી એ રૂપવાળો બન્યો છે માટે અરૂપી અને રૂપબને અવસ્થાનો ઉપયોગ આવવો જોઈએ અને રૂપમાંથી નીકળવાનો સતત ઉપયોગ જોઈએ. રૂપી અવસ્થા અધાતી ના ઉદયવાળી અવસ્થા છે એને છોડી શકાશે નહી જયાં સુધી આયુષ્યનો ઉદય છે. તો શું કરવું? મોહના પરિણામને શરીર સાથે ભળતા બંધ કરી દેવા. એ માટે શું કરવું? શાતાના પરિણામને વેચવાનું બંધ કરવું. શાતામાં મોહ ભળે એટલે અનુકૂળતા ભોગવવાનું મન થાય કર્મના ઉદયને નિષ્ફળ કરવો છે. આત્માનો અનુભવ ક્યારે થાય? શરીર પ્રત્યેનો મોહ છૂટે અને આત્મા પ્રત્યે અપૂર્વપ્રેમ જાગે પછી જ આત્મા શરીરનો ભેદ થાય પછી શરીરને કાંઈ પણ થશે તો સહન કરવા તૈયાર થાય. અજ્ઞાનતાના કારણે આપણે મનથી નબળા પડીએ છીએ સત્વ નબળુ પડે છે પણ ભેદ જ્ઞાનના બળે નાના નાના પરિષહોને ઉપસર્ગોને સહન કરતા જઈશું તો શરીર ખડતલ બનશે અને આત્માનો સમતા ગુણવિકાસ પામે. શેયના જ્ઞાતા બનવાનું છે તે જ રીતે આત્માએ પાંચે ગુણોના જ્ઞાતા બનવાનું છે પણ સમ્યગ દર્શનનો પરિણામ આવે એટલે હેય / ઉપાદેયનો પરિણામ આવવો જોઈએ, પછી રૂચિનો પરિણામ આવે પછી એને છોડવાનો પરિણામ આવે તદ્ગત પરિણામ થઈ જવા જોઈએ. શેયના જ્ઞાતાની સાથે સમ્ય દર્શનના પરિણામમાં છું કે નહી? એ પણ સાથે જોવાનું છે. હેયનો પરિણામ છે પણ એને છોડી નથી શકતા તો ઉદાસીન જ્ઞાનસાર // 211