________________ ક્રિયાયોગ ચારિત્રમોહનીયને હટાવવા માટે જ છે. ઈર્યા તે જે ચાલવું જી, ધરી આગમ વિધિવાદ' ગુપ્તિમાંન રહી શકે તો ઉત્સર્ગનો ઉપયોગ રાખી અપવાદરૂપ સમિતિના પાલનમાં પણ નિર્જરા કરે તે ઉત્સર્ગનો અનુબંધ કરશે. વ્યવહાર હોય સંસારનો કે ચાહે ધર્મનો બધામાં પોતાનો આત્મા યાદ આવે કે મારા આત્માં માટે પરમાત્માએ અહીં શું વ્યવહાર બતાવ્યો છે? આગમમાં શું કહ્યું છે? સમ્યગ દૃષ્ટિને આ વાત દરેક સમયે યાદ આવે. “જ્ઞાન ધ્યાનમાં મુનિ સદાસ્થિર હોય સ્વાધ્યાયના રસમાં મુનિ રક્ત હોય, સાધુ શા માટે બનવાનું છે? આનંદનો અનુભવ કરાવવા માટે જ સાધુ પણ છે. મોક્ષની વાનગી સાધુપણું છે. સાધુ ભગવંતો માટે ગામ કે નગરમાં 1 માસ અને સાધ્વીજી ભગવંતો માટે રમહિના રોષકાળમાં સ્થિરતા બતાવી અને ચાર્તુમાસમાં ચાર માસ વ્યહવારે સ્થિરતા બતાવી નિશ્ચયથી તો આત્માએ ગુપ્તિ ને ધારીને સ્વમાં સ્થિરતા કરવાની છે. “પરમ ચરણ સર્વર ધરૂ જી, સર્વ જાણ જિન દિઠ, શુચિ સમતા રસ ઉપજે છે, તેણે મુનિને ઈટ (ઈષ્ટ) સાધુએ ક્ષાયોપથમિક ભાવનું ચારિત્રગ્રહણ કર્યું છે તે ક્ષાયિક ભાવનું કરવાનું છે. પરમાત્માએ ક્ષાયિક ભાવ જેવું ચારિત્ર પાળ્યું છે એના ફળ રૂપે સાયિક કેવળજ્ઞાન મેળવ્યું છે. મુનિને પ્રભુના ક્ષાયિક ચારિત્ર - કેવળદર્શન પોતાને પ્રાપ્ત કરવાની જાગૃત્તિ અર્થે પોતાને તેની રસ-રૂચિ થાય તે માટે પ્રભુના દર્શન કરવા જવાનું. જ્ઞાન ને આનંદ હોય ત્યાં કોઈ ઉપાધિ નથી તેમની પાસે જઈને આપણને પણ આ રૂચિ થવી જોઈએ. પરમાત્માં જે ગુણો છે એ આપણામાં પ્રગટે માટે પ્રભુદર્શન માટે જવાનું છે. આપણે સારથી ભરેલા છીએ એનું આપણને ભાન નથી ને અસારથી ભરાઈ ગયા છીએ. વર્તમાનમાં અને હજી પણ અસારને પકડવા જ દોડી રહ્યા જ્ઞાનસાર // 214