________________ યોગોની જેટલે અંશે સ્થિરતા મળી તેટલે અંશે આત્માની અનુભૂતિ થાય. અશુભ યોગમાંથી છૂટી શુભ યોગમાં આવે પછી એ પણ છૂટી જાય ને શુદ્ધ ઉપયોગમાં આવી જાય. આ વ્યવહાર નય છે, જે આત્મા નિશ્ચયનયમાં આવી ગયો છે એના માટે યોગ હોય કે ન હોય - ઉપયોગ શુદ્ધિ છે. ઈર્ષા સમિતિ કયારે કહેવાય? (1) કારણે જતા હો (4 કારણ) (2) 3 હાથ પ્રમાણ દૃષ્ટિ પ્રતિ લેખના હોય તો ક્રિયા શુદ્ધિ થઈ. સમ્ય પ્રવૃત્તિ ત્યારે જ બને કે સમ્યગ્દર્શનની શુદ્ધિપૂર્વક હોય તો નિર્જરાનું કારણ બને. મેં સામાયિક-પૌષધ ઉચ્ચર્યો છે એ ઉપયોગ સતત આવવો જોઈએ કે હવે સાવદ્ય પ્રવૃત્તિ કરાય નહીં સ્વ ને પર બને જીવને બચાવવાનો ઉપયોગ હોવો જોઈએ. દ્રવ્ય ને ભાવ પ્રાણોની હિંસા સ્વ ને પરની ન થાય એ ઉપયોગ ચાલતી વખતે સતત હોવો જોઈએ. કવલાહારે નિહાર છે એ અંગ વ્યવહાર, ધન્ય અતનુ પરમાત્માજી, જ્યાં નિશ્ચલતા સાર.” શરીરમાં નાખો એટલે કાઢવાનો વ્યવહાર કરવો પડે. એ અંગનો વ્યવહાર છે. એક જ વાર આહાર -પરમાત્માની આજ્ઞા છે તોનિહાર પણ એક જ વાર છે એ વાત પણ યાદ રાખવાની છે. વાપરતી વખતે શ્રી સિદ્ધ -ભગવંતને યાદ કરવાના છે કે ધન્ય છે સિદ્ધ પરમાત્મા કેન આહારની ચિંતા નનિહારની ચિંતા કેવા નિજાનંદની મસ્તીમાં મસ્ત છે. દર્પણમાં પ્રતિબિંબ પડે છે પણ દર્પણ વિકારી બનતું નથી તેમ આપણે જ્ઞાનના ઉપયોગની શુદ્ધિ કરવાની છે તે ઉપયોગની સ્થિરતા છે આત્મા કયાંય, પ્રતિબિંબને ઝીલવા જતો નથી પણ સ્વભાવમાં રહે છે. "સુમતિ ચરણકજ આતમ અરપણા' દર્પણ જેમ અવિકારસુજ્ઞાની' આપણે આત્માને છોડીને પરને જોવા ગયા ને પરમાં રહેવાનો ભાવ થાય. પર એ અસ્થિર છે અસ્થિરને પડયું એટલે ચપળતા આવી-ચપળતાને રોકવી એ આત્માનો પરમ ધર્મ છે, ચપળતા થવી એ આત્માનો વિભાવ છે. જ્ઞાનસાર // રર૧