________________ બદલે દેહના જ્ઞાતા બન્યા. “હું” નું ભૂત ધુણ્ય કર્યું હું કર્તા પણ દેહનો અને ભોક્તા પણ દેહનો આ સમજણ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેની પાછળ આખી દુનિયા ઉભી કરી એના માટે બીજા દેહવાળાની જરૂર પડી પછી એક વ્યક્તિમાં જ સંબંધ બાંધીને આત્માને મૂકીને એકબીજાના બન્યાં. ક્ષાયિક પતિને છોડીને જે કદી પોતાનો થવાનો નથી એવો ઔદયિક- ભાવના પતિને પોતાના માન્યા. આખો સંસાર સોદાબાજી વાળો ને વિશ્વાસઘાતક છે અને એમાં આપણે મઝથી બેઠા છીએ. જેને નિર્ણય થઈ ગયો તેણે એક સેકંડમાં સંસાર છોડ્યો. (નમી-રાજર્ષિ) આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, નિર્લેપ છે પણ વર્તમાનમાં એ અશુદ્ધ છે. અબુધ છે. હું કર્મથી રંજિત છું આકારવાળો છું કર્મથી લેપાયેલો છુ. આ બંનેનો ઉપયોગ આવવો જોઈએ ને અશુદ્ધિ ને દૂર કરવાના પ્રયત્નવાળા થઈ જવું જોઈએ. | મુનિએ પ્રથમ બે પોરસિ-સૂત્ર-અર્થની કરવાની છે. માત્ર આત્મસાધના કરવાની છે. દેહમાં સૂતેલા પુરૂષને જગાવવાનો છે, સદા જાગતો રહે. કાયામાં સાક્ષીભૂત રાખવાનો છે. બે પ્રહર - આત્માની ગવેષણા - 3 જો પહોર - દેહની ગવેષણા, ૪થો પહોર પછી ફરીથી આત્મ-ગવેષણા ચપળતા રોકવા - યોગને ઉપયોગની સ્થિરતા કરવા માટે આ દેહમાંથી જલ્દી થી છૂટી જવા માટે આહાર કરવાનો છે. 6 કારણે આહાર મુનિને બતાવ્યો તો એ આજ્ઞાભંજક બનતો નથી. 0 મુનિને આહાર કરવાના છ કારણો. ક્ષુધા - પિપાસાની વેદનાને દૂર કરવા વૈયાવચ્ચ કરવા માટે ઈર્યાસમિતિ સાચવવા માટે (4) સંયમ પાળવા માટે (5) દ્રવ્ય પ્રાણોની રક્ષા માટે (6) ધર્મના ચિંતન માટે 2). (3) જ્ઞાનસાર // રર૩