________________ છે. ૮પ્રહર સાધુએ સ્વાધ્યાયમાં રહેવાનું. (ર) કાળઃ-દિવસે સાધુ માટે ઉત્કૃષ્ટ કાળ ૩જો પ્રહર બતાવ્યો, કાંબળીના કાળ પહેલા સ્થાને પહોંચી જવું. (1) ઉનાળામાં સૂર્યોદયથી પહેલાં ને સૂર્યાસ્ત પછી વધારે મચ્છરાદિ સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે. (2) શીતોષ્ણ યોનીવાળા જીવોની જયણા જળવાય તે રીતે પ્રકાશવાળા માર્ગમાં પ્રયોજન થયે છતે જવું તે. જ્ઞાન એ સારવાળુ બને છે ત્યારે ક્ષારને છોડે છે. આત્માએ અનાદિકાળથી અજ્ઞાનના કારણે ક્ષારને પકડી લીધું છે, પરમાં દેખાયું સાર ને પકડયું ત્યારે મળ્યું ક્ષાર. આથી આત્મા પીડાને પામ્યો. આત્મજ્ઞાન થયું ત્યારે એને ભાન આવ્યું કે સાર સમજીને મેંક્ષાર ગ્રહણ કર્યું છે તેને હવે એ છોડવાનું જ મુખ્ય કાર્ય કરવાનું છે. પાંચ મહાવ્રતો એ આશ્રવને રોકવાના કારણ રૂપ - એ ઉચ્ચરવાનું કાર્ય છે. પાલનનું કાર્યપસમિતિ- 3 ગુમિ છે. આત્મ-રમણતા માટે ૧૦વિધ યતિ ધર્મ છે. ક્ષમાદિ ધર્મ અષ્ટપ્રવચનમાતા સાથે ન જોડાય તો એ ચારિત્રનું કારણ બનતા નથી. સાધુ અહિંસાપ્રધાન અને શ્રાવક દયાપ્રધાન છે. આત્માની હિંસા રોકવી તે ‘સ્વપ્રધાન છે, દયા પર પ્રધાન છે, આત્મરક્ષા ક્ષમા છે ને પરરક્ષા એ દયા છે. - વર્તમાનમાં બીજાને સ્થિર કરવાની ભાવના વધી છે, એ ભ્રાંતિ છે, માટે પરોપકાર પ્રધાન બને છે સ્વોપકાર ગૌણ બને છે માટે જ સાધુ પાસે આવેલાસ્થિર થતા નથી. સાધુને સતત પોતાના નજર સામે ધ્રુવના તારાની જેમ સિદ્ધપદ નિશ્ચિત થઈ જવું જોઈએ. કાયાથી સ્થિર થઈ જવાનું છે વચનથી જગતની સાથે નથી બોલવાનું પણ આત્મા સાથે સતત બોલવાનું છે. યોગીરાજ આત્માને પોકાર કરે છે કે “તું ધ્રુવપદ રામી સ્વામી મહારા, આત્માના ગુણના બદલે હું કાયાનો સ્વામી બની ગયો છું. નિકામી મહારાય (ગુણરાય) કાયા માટે જ જાણે હું જીવતો હોય તેવું લાગે છે. ગુપ્તિના ઉપયોગ જ્ઞાનસાર // 218