________________ આત્મામાં જ છે અને આત્મામાંથી જ પ્રગટ કરવાનો છે. બહારથી લાવવાનો નથી. સાંખ્યમતની માન્યતા એ છે કે પ્રકૃતિ અને પુરૂષ એમ બે મુખ્ય તત્ત્વ છે. પુઢષ એટલે આત્મા અને પ્રકૃતિએ જડ છે એટલે એમાંથી જ્ઞાનગુણ આવે છે એમ માને છે. એમની વાત અપેક્ષાએ સાચી છે કર્મો જડ જ છે એ હટે એટલે ‘જ્ઞાનગુણ પ્રગટ થાય છે પણ એ મિથ્યાત્વના કારણે જ્ઞાન ગુણ આત્મામાં છે તેને બદલે આત્માની બહારથી આવે છે તેથી પ્રકૃત્તિ અને પુઢષ જુદા થાય (એટલે મોક્ષ) ત્યારે આત્મા જ્ઞાન આનંદાદિ ગુણો હોતા નથી આથી આત્માને નિર્ગુણ માને છે. આપણે આ વાત સમજ્યા નહીં કે ધર્મ કરવાથી ધર્મ મળે. એ તપાસ્યું નહીં કે સામાયિક કરી પણ સમતા આવી કે નહીં. પણ સામાયિક કરવાથી પુણ્ય બંધાય એટલું જ જાણ્યું એટલે આપણે એમાં જ રહ્યા આગળ ન વધ્યા. (6) આત્માનિ (આત્મામાં) આત્માં ગુણો નો આધાર છે. અર્થાત્ આત્મામાં જ્ઞાનાદિ ગુણોનો ખજાનો છે. આત્માએ આત્મામાંજ ગુણો સાચવી રાખવાનો છે. સ્વભાવમાંથી પ્રગટ કરેલો આ ગુણ ખજાનો આત્માએ આત્મામાં જ સાચવી રાખવાનો છે. ગાથા-૭. ઉદરીયિષ્યાસિ સ્વાન્તા, દāર્ય પવન યદિ, સમાધધર્મેમેઘસ્ય, ઘટાં વિઘટયિષ્યસિ. ગાથાર્થ જો અંતઃકરણમાંથી અસ્થિરતા રૂપ પવન ઉત્પન્ન કરીશ તો ધર્મ મેઘ સમાધિની શ્રેણીને વિખેરી નાંખશે. વરસાદ વરસવા માટેની એકદમ તૈયારી થઈ ગઈ હોય આકાશ ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયું હોય પણ જો પવન ફૂંકાય તો એ વાદળાને ઢસડી જાય તેમ મોહરૂપીવાયરો કેવળજ્ઞાનની કક્ષાએ પહોંચેલાની સમાધિવિખેરી નાંખે છે માટે મોહથી સાવધાન બનવાનું છે તે જ આત્મ- રમણતા કરી શકે છે સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે જગતને જુએ તેથી જગત તેને અસાર દેખાય તેથી જગતને જ્ઞાનસાર // 205