________________ થાય છે. પરમાત્માને કેવલજ્ઞાન થયું સદા માટે રહેવાનુ છે પણ તેઓ જયારેજયારે બોલશે ત્યારે તે શ્રુતજ્ઞાન કહેવાશે. શ્રુત બોલતું છે બાકીના ૪જ્ઞાન મુંગા છે. અર્થાત્ 4 જ્ઞાન વડે જાણેલું બીજાને જણાવવા માટે શ્રુત-શબ્દ, લીપી, ભાષાદિ બાહ્યના વ્યવહારની જરૂર પડે તેથી તે શ્રુતજ્ઞાન બોલતુ કહેવાય અર્થાત્ નિશ્યને પ્રગટ કરવા વ્યવહાર નિમિત છે. સિદ્ધના આત્મા છે એને પરિપૂર્ણ નિશ્ચય પ્રગટ થઈ ગયો છે એ હવે વ્યવહાર નહીં કરી શકે કારણ કે વ્યવહાર કરવાના બધા સાધન ગયા. પૂર્ણ ફાયદો જોઈતો હોય તો સિદ્ધ નું જ ધ્યાન ધરવાનું છે. રૂપાતીત સ્વભાવ જે કેવલદેસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે...” આત્મા પોતાનું દાન, લાભ, ભોગ, ઉપભોગ બધું પોતાને જ કરી શકે. પણ એ પરમાં કરવા જાય ને માર ખાય. જેમ કૂતરો હાડકું ખાય છે ને લોહી નીકળે છે તો પોતાના જલોહીનો સ્વાદ અનુભવે છે ને માને છે હાડકામાંથી લોહીનો સ્વાદ આવી રહ્યો છે એ જેમ એની અજ્ઞાનતા છે તેમ આપણને પણ તે જ અજ્ઞાનતા છે. આપણે ઓધથી શ્રદ્ધા છે પણ તત્ત્વથી નિર્ણય નથી કર્યો માટે પ્રતિતી નથી થતી. શ્રમણ સૂત્રમાં સમ્યગ્દર્શનના ચાર પગથીયા “સદ્હામિ, પતિયામિ, રોએમિ, ફોસેમિ'-૪સ્ટેપ બતાવ્યાચારિત્રના બેસ્ટેપ પાલેમિને અણુપાલેમિ કહ્યા છે. સૂમ નિગોદમાં જીવો અનભિસંધિજ - વીર્યના કારણે જુદા જુદા અધ્યવસાયવાળા છે માટે એ જુદા જુદા પ્રકારના આયુષ્ય બાંધે છે ફરી નિગોદનું પણ બાંધે અથવા બાદર તરીકેનું આયુષ્ય પણ બાંધે એકેન્દ્રિયનું જ બાંધી શકે પછી બાદર પૃથ્વીકાદિમાં આવેલો આગળનું આયુષ્ય બાંધી શકે. (5) આત્મનઃ આત્મામાંથી - આત્મા થકી (અપાદાન) ગુણોનો ખજાનો જ્ઞાનસાર // 204