________________ તપથઈ રહ્યો છે પણ જયારે તપમાંમિથ્યાત્વરૂપી અંધાપો ભળે તો તે આપણને કાંઈ જ સત્ય દેખવા ન દે. તપ માં બરાબર ન સચવાયું તો ક્રોધ આવે પાછું માનીએ શું? ક્રોધ તો કરવો જ પડે ને નહીતર એ લોકોને ખબર કેમ પડે? આવો તપ કાયાને માત્ર કષ્ટદાયક અને સંસાર વર્ધક છે. કારક ચક્ર સ્વમાં ન ફર્યુ તેથી પરમાં જઈ મલિન બની ગયું અને તે ઊંધુ ફરતું થઈ ગયું તે હવે જયારે સવળું ફરે ત્યારે જીવને સત્યતાનું ભાન થાય. આત્મા જયારે આત્માના માર્ગે જવા માટે પ્રયાણ કરે છે ત્યારથી મોહ મંદ પડવા માંડે છે અને સમયનો પણ પ્રમાદ ટળી જાય તો પણ તે મહાલાભનું કારણ બની જાય છે, સમભાવમાં આવે છે. મારે કોઈ શત્રુ નથી સર્વ જીવો મારા મિત્રવત્ છે એમ સમભાવ વધતાં વધતા રાગદશા અત્યંત મંદ પડતા જીવને વિશિષ્ટ કોટિના અનુભવો થાય છે અને ત્યારે જીવ શુભમાંથી પ્રશસ્ત ભાવમાં ચાલ્યો જાય છે અને વિશુદ્ધ પુન્યાનુબંધી પુન્ય બાંધનારો થાય છે. (4) માત્મને - આત્મા માટે (સંપ્રદાન) - આત્માએ આત્માને જ ગુણોનું દાન આપવાનું છે. રત્નના દિપકમાં માત્ર રત્નો છે બીજુ કાંઈ નથી. તેનો વિશુદ્ધ પ્રકાશ છે તેમ આત્મામાં કેળવજ્ઞાન રૂપી રત્નપ્રકાશી રહ્યું છે તેનો સહજ નિર્મળ - વિશુદ્ધપ્રકાશ છે તેને પ્રાપ્ત કરવા મિથ્યાત્વ રૂપી આવરણો હટાવવાનાં છે. સ્વ-સ્વભાવ માટે પ્રાપ્ત થયેલું મારું સ્વરૂપ મારે મારા આત્માને જ આપવાનું છે. આત્મવીર્ય આત્મગુણમાં પ્રવેશે ત્યારે તે આત્મગુણો “સ્વ” માં પરિણમન પામે. મોહનાં ઉદયમાં આત્મવીર્ય પરમાં પરના સ્વભાવ સાથે પરિણમે છે. જ્ઞાનનો જે સ્વ-પર પ્રકાશક સ્વભાવ હતો - પણ જ્ઞાનમાં મિથ્યાત્વ ભળવાથી, રૂચિ ફરી જવાથી તેનો પરિણામ પરમાં થયો. ચારિત્ર મોહનીય પરની સાથે જોડી દે છે. ગુણોનું દાન આત્માએ આત્માને આપવાનું હતું તે ન જ્ઞાનસાર || 202