________________ આપતા પરમાં ગુણ ગયા અને તે દોષો રૂપે પ્રગટ થયા. આત્મા ગુણ કે દોષ આપી શકતો નથી. આપણે કોઈને દોષ આપી શકતા નથી પણ દોષનો આરોપ કરી શકીએ છીએ. સૂર્ય સદા માટે પ્રકાશિત જ હોય છે પણ વાદળ આડું આવી જાય તો દેખાતો નથી. તે જ રીતે કર્મ રૂપી આવરણ ખસે ત્યારે જ કેવળજ્ઞાનરૂપી સૂર્ય દેખાશે. આત્મા જે વખતે જે ભાવમાં છે તે વખતે તે ભાવરૂપ કર્મ બંધાય છે. જેટલા ટાઈમનું બંધાય ત્યાં સુધી પડયુ રહે ને ઉદયમાં આવે ત્યારે વિપાક બતાવે માટે પ્રતિ સમય આપણે જાગતા રહેવુ પડે. ભગવાનનું કહેવું માનવું નથી ને પરમાત્માની કૃપા જોઈએ છે તે કઈ રીતે બને? પરમાત્માએ તીર્થની સ્થાપના કરી–મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી, વ્યવહાર અને નિશ્ચયરૂપે માર્ગ પ્રકાશ્યો. વ્યવહાર પ્રધાન સાધનાથી પુણ્યબંધ અને નિશ્ચયપ્રધાન સાધના થી નિર્જરા અને પુણ્યબંધ થાય.આથી જે કાંઈ સારું મળ્યું તે પુણ્યના ઉદયે મળ્યું, પણ તેવું પુણ્ય પણ પ્રભુના કહેલા વ્યવહાર માર્ગની આરાધનાથી મળ્યું. તેથી પરમાત્માની કૃપાથી થયું એમ વ્યવહાર નય કહે છે. નિશ્ચય માત્ર પ્રભુએ કહેલું તેજ સત્ય છે. એમ માનવામાં ધર્મ નથી માનતો પણ તે પ્રમાણે જ્યારે જીવન બનાવીએ અર્થાત્ પરમાત્મામય-ધર્મમય બનીએ ત્યારે ધર્મ માને માટે નિશ્ચયનયને સાથે રાખવો પડશે. પરમ પુરૂષાર્થ જગાડવા માટે અને નિશ્ચયરૂપ આત્માના પરિણામથી પડી ન જઈએ તે માટે વ્યવહાર - માર્ગ પણ સાથે રાખવો જ પડે આત્મા જ આત્માને આપી શકે છે, બીજાને આપી શકતો નથી પરનો કર્તા પરિણામ થાય મેં આપ્યું અહંકાર આવશે. આત્માના જે ગુણો પ્રગટ થાય તે આત્મામાં જ રહે છે. બીજો એને ઝીલે છે ત્યારે એનામાં એના ગુણો પ્રગટ થાય પછી જેટલી યોગ્યતા પ્રમાણે એને ક્ષયોપશમ થાય. મારા ગુણોનો લાભ તો વાસ્તવિકમને જ થાય. ગુણોને કહેતા કહેતા મને લાભ થાય છે મારા જ્ઞાનવરણીયનો મને ક્ષયોપશમ થાય જ છે પછી સામેના જેટલું ઝીલે તેટલું ગુણ અરૂપી છે અરૂપી આપી શકાય નહી. રૂપીનો વહેવાર જ્ઞાનસાર || 203