________________ સામાયિકથાય. સાધુનું સામાયિક તો જાવજીવનું છે તો એણે કેટલા સાવધાન રહેવાનુ છે. ક્ષણ માટે પણ બીજા માટે હલકો વિચાર ન આવી જાય એનું ધ્યાન રાખવાનું છે. જે મનોરથો શ્રાવકોનાં હતા તે મનોરથો સાધુમાં આવ્યા. મોબાઈલ વાપરવા, જિનાલયો, ઉપાશ્રયો બંધાવવા, ધર્મસ્થાનોનો વહીવટ વિગેરે. જે શ્રાવક સુખી સંપન્ન હોય, સંયોગોને કારણે દીક્ષા ન લઈ શકતો હોય તો એણે જિન શાસનરૂપી સંસ્થાનો નિષ્ઠાપૂર્વક વહીવટ ગુણના ભાગી બનવા માટે કરવાનો છે. શાસન કેમ ચાલશે તેની ચિંતા નથી કરવાની શાસનને કેટલા વફાદાર છીએ એની ચિંતા કરવાની છે. અનંત - જ્ઞાનાદિ ગુણરૂપનિશ્ચય પાંચે છે અને તેને પ્રગટ કરવા માટે જ પાંચ વ્યવહાર (જ્ઞાનાચારાદિ) બતાવ્યા. પરમાત્માનું શાસન નિશ્ચયનય પર સ્થપાયું છે નિશ્ચયને પ્રગટ કરવા પંચાચાર રૂપ જ વ્યવહાર છે. “આણાએ ધમ્મો” આ-આત્મા, જ્ઞા-જ્ઞાતા આત્માએ પોતાના અને સર્વ જ્ઞયના જ્ઞાતા બનવાનું છે. “સર્વ જગજતુ હિતકરણી કરૂણા કર્મ– વિદાહરણ છે શૂરા” ભાવ અહિંસા સ્વભાવમય બને ત્યારે કર્મ ક્ષયનું કારણ બને દયા પ્રધાન ભાવરૂપ હોય ત્યારે પૂણ્યબંધનું કારણ બને પ્રથમ અહિંસા વ્રત તણીજી, ઉત્તમ ભાવના એહ, સંવર કારણ ઉપદિશિજી, સમતા રસ ગુણગેહ” સમતા ધર્મનો કર્તા આત્મા માટે પ્રથમ સામાયિક વ્રત-ને પછી પાંચ મહાવ્રતો ગ્રહણ કરવા પડે. કોઈપણ જીવને હણવા નહીં એવા મેં પચ્ચકખાણ કર્યા છે. તે પચ્ચખ્ખાણ બરાબર છે કે નહી એવા ગૌતમ સ્વામિના પ્રશ્નના જવાબમાં ઉપર મુજબ ભગવતી સૂત્રમાં કહ્યું છે વાયુકાય સ્પર્શી જાય તો એ ઉપયોગ ખરો કે એ જીવોની વિરાધના થાય છે? વરસાદ પડે તો અપકાયનાં જીવો વરસી રહ્યા છે. એનો ઉપયોગ આવે છે? ત્રસકાયમાં પણ વિકસેન્દ્રિયમાં હજી ઉપયોગ આવે છે પણ વાયુકાયની વિરાધનાનો ઉપયોગ આવવો દુષ્કર જ્ઞાનસાર // 175