________________ પરંતુ બરાબર માની લીધું તો મિથ્યાત્વ આવ્યું. પૂ. વીરશેખરસૂરી મ.સા. રાત્રે ઉભા ઉભા કર્મગ્રંથાદિ તથા વ્યાકરણ વિ. નો સ્વાધ્યાય કરતાં. (પ્રતિક્રમણ પછી) સ્થિરતા રૂપી રત્નદીપક આત્મામાં પ્રગટ થાય તેમાં કોઈ ધૂમાડા થતાં નથી પરંતુ સંકલ્પ વિકલ્પથી પ્રગટ થતો દીપક પ્રકાશની સાથે ધુમાડો પણ આપે છે. રત્નદીપક એ એક વિશુદ્ધ દીપક છે, અર્થાત્ વિકલ્પ રૂપી ધૂમાડા જયાં નથી તે જ્ઞાન સ્થિરતા વાળું છે. જ્ઞાનમાં જયાં સુધી મોહ ભળેલો હોય ત્યાં સુધી વિકલ્પ રૂપી ધૂમાડા થાય છે ને જેમ જેમ મોહ નીકળતો જાય તેમ તેમ વિકલ્પો રૂપી ધુમાડા ઘટતા જાય છે. રત્નથી રત્નત્રયી રૂપ દીપક લેવાનો છે જયારે રત્નત્રયીની પૂર્ણતા હોય ત્યારે કોઈપણ વિકલ્પ રૂપ ધુમાડા એમા થતા નથી. રત્નદીપકની વાત કહીને સાધ્ય બતાવ્યું કે આત્માનો સ્વભાવ એ સ્વ - પર પ્રકાશક છે શેયના જ્ઞાતા રૂપે બધું જાણે છતાંવિકલ્પો ન થાય. હવે વિકલ્પ કયા પ્રકારના થાય છે? પર વસ્તુ સંબંધી ચિંતા થાય છે અને તે ચપળતા રૂપ બને છે મન ચંચળ છે અર્થાત્ મનમાં જે વિકલ્પો છે તે ચંચળ છે પણ મન તો મનમાં માત્ર જ્ઞાનનો પરીણામ ચાલતો હોય તો મન સ્થિર થઈ જાય પણ મોહજન્ય પરિણામ પર વસ્તુની ચિંતાથી થાય છે એટલે તે ચંચળ બને છે મોહનો પરિણામ એ આત્માના પરિણામરૂપે નથી. આત્માને આત્માનો પરીણામ કદીજુદા થઈ શકતા જ નથી. નહીં તો સિદ્ધમાં પણ આત્મા જ્ઞાનનાં પરિણામ વિનાનો બની જશે એટલે મોહનો પરિણામ એ કર્મકૃત પરિણામ છે માટે આત્મા ધારે તો તેને જુદા કરી શકે. જેમ શરીર જુદું છે - આત્મા જુદો છે આવી દઢ શ્રધ્ધા થઈ. જપ અને આત્મ પુઢષાર્થ કરે તો શરીર અને આત્મા જુદા છે તેવો અનુભવ થઈ શકે. જયારે મોહનો પરિણામ પરકૃત હોવાથી સ્વભાવ ચંચળ છે માટે એ આત્માસ્થિરતા પામી શકતો નથી. ધર્મક્રિયા કરતાં ધર્મનો પરિણામ નથી માટે મોહનો પરિણામ ચાલુ છે. આત્મ - પરિણામ નથી માટે સ્વીકાર નથી તપ જ્ઞાનસાર || 183