________________ સંસારમાં જે સુખ છે તે માલિકીનું જ સુખ છે. માલિકીનું ધર, દુકાન, મોટર હોય તો જ સુખી ને? માલિકી માટે જ કોર્ટ કચેરી કરો છો ને? બધા પરની જે માલિકી છોડી દે તે જ સુખીયા બને, માટે જ “સાધુ તો સુખીયા ભલા સાધુ જીવનમાં પણ જગ્યા માટે કે બીજી કોઈ પણ વસ્તુ માટે માલિકીહક્ક તો કરવાનો જ નથી. જન્મ કરતા મરણનું દુઃખ અનંતગણું છે શા માટે? જન્મીને ઘણા સંબંધો વધાર્યા, ઘણું ભેગુ કર્યુ ઘણું મમત્વ વધાર્યુ તેથી જતી વખતે એ બધી મમતા પીડા આપે છે કે ઓહ! આખી જીંદગી જે ભેગું કર્યુ તે બધુ છોડીને જવું પડશે? જીવને જે જ્ઞાનાદિ ગુણ પોતાના છે તેને ભોગવવાનું મન થતું નથી અરે! આત્મ-ગુણો એ જ મારા છે એનુ પણ એને ભાન નથી તો એ પરને કેવી રીતે છોડી શકવાનો? પુણ્યની કોઈ તાકાત નથી કે તે આત્માની વસ્તુ આપી શકે. પુણ્યથી મળેલી વસ્તુ મારી છે જ નહીં તેને મારી કહો તે જમિથ્યાત્વ છે તેથી વહેલામાં વહેલી તકે પુણ્યોદયથી મળેલ વસ્તુને પણ છોડી દો નહીંતર પુણ્ય પૂર્ણ થશે એટલે તે તમને છોડીને જતું રહેશે. ચક્રવર્તી એ પુણ્યના ઉદયને મળેલી સંપતિ છોડી તો તેના ગુણગાન શાસ્ત્રોએ ગાયા છે. જેણે નથી છોડયું એના ગુણગાન ગવાયા નથી માટે પુણ્યોદય ને છોડી દેવાનો છે. “મારે તો મારા ક્ષાયિક ગુણો પ્રગટ કરવા છે' - જે પ્રગટ થયા પછી જાય નહી સદા માટે આત્મા તે ગુણોને પોતાની પાસે રાખી શકે અને માલિક પણ બની શકે અને તેને ભોગવી સ્વાધીન સુખને પામી શકે માટે હે જીવ! તું તેને જ મેળવવા પ્રયત્ન કર, તો તું જેવુ સુખ ઈચ્છે છે તેવા શાશ્વત સુખને પામી શકીશ માટે દોષોનો ત્યાગ કર અને ગુણોનું ભાજન (પાત્ર) બન. બે પ્રકારના દિપક છે બંનેની પોતપોતાની વિશેષતા છે રત્નદિપક નિર્મળ શુદ્ધ ને સ્થિર છે, કોડિયાનો દિપક અશુદ્ધ ને અસ્થિર છે. ધુમાડાથી જ્ઞાનસાર // 199