________________ વર્તવાનું છે અર્થાતુ પોતાને પોતાનું જ્ઞાન થવુ અને તે પ્રમાણે રૂચિ થવી જોઈએ. આત્માને પોતાના કર્તવ્યનો નિર્ણય હોય તો તે પ્રમાણે કર્તવ્યો જ્યારે આત્મા ન કરી શકે અને ન કરવાનું કરે તો તેને એ અકર્તવ્ય કર્યાનો પશ્ચતાપ થાય. (1) આત્મા (કારક) મારો આત્મા તેને શુદ્ધ સ્વરૂપી બનાવતો જ આત્મા ધર્મનો અધિકારી બને છે “હું આત્મા છું એ આસ્તિક્ય નો સ્વીકાર એ સમ્યગ દર્શનનો પ્રથમ પાયો છે. જો જીવ આત્માને જ ન જાણે તો તે જિનાજ્ઞામાં જ નથી, પછી જગતને જાણીને શું ? આપણે આપણી જાત પ્રત્યે જ બેખબર છીએ. આત્માને જાણીએ અને જિનાજ્ઞાને પકડીએ તો રાગ-દ્વેષ ના ફુરચે - ફુરચા ઉડી જાય. મોહ અતિ મંદ પડી જાય. હું આત્મા છું”-ઈન્દ્રિયો નહીં શરીર નહીં. આખા દિવસમાં પોતાનું સ્વરૂપ કેટલી વાર યાદ આવે છે? યોગ અને ઉપયોગ એબે દ્વારા ક્રિયા કરવાની છે પણ યોગરૂપેક્રિયા ચાલેને ઉપયોગ ગાયબ હોય તો સંસારની ક્રિયા ચાલુ છે. ક્રિયા કરતા પહેલા સૌ પ્રથમ આ કોણ કરી રહ્યો છે એનો જ ઉપયોગ નથી આ દિવસ (પર્યુષણ આદિ પર્વમાં) આત્માની સમીપે વસવાનું છે એમાં 8 દિવસમાં આત્મા તો યાદ જ ન આવે તો ક્રિયા કોણ કરે છે? કોના માટે કરવાનું છે? શા માટે કરવાનું છે? તેનો કોઈ જ ઉહાપોહન થાય અને જે ક્રિયા થાય તે ક્રિયા રસહિન માત્ર કાય કલેશ રૂપે થાય. ક્રિયા કરનાર તું આત્માછો તું શરીર નથી આ પ્રમાણે સૌ પ્રથમ પોતાના શેયને જાણે, જો આ ન થાય તો નિશ્ચયથી જિનાજ્ઞામાં આપણો નંબર નથી. નિશ્ચય વિના ક્રિયારૂપી વ્યવહાર પણ આત્મહિતનું કાર્ય નહીં કરે. જો આ જિનાજ્ઞા અંતરમાં આવી જાય તો રાગ દ્વેષનો ધરખમ ઘટાડો થઈ જાય છે. મોહમાં ગાબડા પડવાની શરૂઆત થાય છે. મોહનો ઉદય ચાલુ હોય ત્યારે તે આત્માને અંદર નહીં રહેવા દે, બહાર જ ધકેલશે. આત્મા જયારે મોહની સામે લાલ આંખ કરશે ત્યારે આત્મા આત્માની સન્મુખ થશે અનંતો કાળ અચરમાવર્તમાં આત્મા મોહને આધિન હતો હવે જો જ્ઞાનસાર // 197