________________ જળ કમળવત આત્મા શરીરમાં રહે આત્માનું અપૂર્વ વીર્ય જયારે ખીલે છે ત્યારે સાધ્યમાં એ વીર્યને ભેળવી દીધું હોય છે અને ત્યારે એ સમાધિને અનુભવે છે શરીર સળગતુ હોયને આત્મા સમાધિમાં હોય શક્તિ તો આત્મામાં રહેલી જ છે પણ હવે ભાન આવ્યું એટલે અપૂર્વ - વિર્ષોલ્લાસ જગાડ્યો ને પરાક્રમ થયું જેને અપૂર્વ વિશ્વાસ પેદા થઈ જાય તે જ આત્મા પછી સાહસ કરશે. સાહસ માટેની અવસ્થા મિથ્યાત્વના અભાવથી બને અને વિકલ્પ અવસ્થા જાય. સમ્ય દશર્નનો અર્થ જ એ છે કે સત્યતાનો સ્વીકાર. અનંત વીર્ય ત્રણે લોકને હલાવી નાંખે તેવું છે. પણ આપણને વિશ્વાસ ક્યાં છે? જયારે આત્મા પોતાનું કાર્ય કરવા સમર્થ છે એવો વિશ્વાસ આવી જાય ત્યારે કાર્ય થઈ જાય. મિથ્યાત્વ જાય એટલે રૂચિ થઈ જાય. નહીંતર સંકલ્પવિકલ્પ ચાલ્યા જ કરશે. 6 કારક ચક્ર :કારક ચક્ર 6 છે (1) કર્તા (2) કર્મ (3) કરણ (4) અપાદાન (5) સંપ્રદાન અને (6) પરમાં કર્તુત્વ ભોક્તા ગ્રાહકત્વરક્ષકત્વવિગેરે કરીને કારકચક્રને અશુદ્ધ કર્યું. (1) આત્મા એ કર્તા છે સંસ્કૃતમાં 7 વિભક્તિ છે એ પ્રમાણે જે સ્વરૂપમાં પરિણામ પામે તેને આશ્રવ નથી (1) આત્મા (ક) (2) આત્માને (કમ) (3) આત્માથી આત્મા વડે (કરણ) (4) આત્માને - આત્મા માટે (સંપ્રદાન) (5) આત્માથી (અપાદન) (6) આત્મામાં (આધાર) (અધિકરણ) આત્મા પોતે જ પોતાના સ્વરૂપને પ્રગટ કરનાર છે. જગતમાં ઈશ્વરની મહેરબાની, ઈશ્વર કર્તા વિ.માન્યતા આનાથી ઉડી જાય. આત્મા જ પોતાનું સ્વરૂપે પ્રગટ કરી શકે એમ છે, પણ આપણે પરની આશાવાળા બન્યા છીએ માટે નિર્બળ બની ગયા છીએ. આ વાત નહી સમજાય તો પરમાત્માની પરમ કૃપાનું પાત્ર નહીં બની શકીએ. સ્વરૂપને ઢાંકનાર પણ હું જ છું અને એને ઉઘાડનાર પણ હું પોતે જ છું બીજો આમાં કોઈ કંઈ નહી કરી શકે આ નિર્ધાર જ્ઞાનસાર // 195