________________ નહીં થાય ત્યાં સુધી સ્વાવલંબી નહીં બની શકીએ. પરમાત્મા પાસે દીન બનવાનું નથી વટથી વાત કરવાની છે. તું પરમાત્મા તો હું પણ પરમાત્મા જ છું. જયાં સુધી પરમાત્માના તત્વો નહીં સમજાય ત્યાં સુધી પરમાત્મા પ્રત્યે આદરભાવ પણ નહીં. આવે એ દીનાનાથ' છે, ત્યાં ગયા પછી દીનતાન હોય. આપણે ત્યાં જઈને દીન બની જઈએ છીએ. પરમાત્મા પાસે જઈને પામર બનીએ છીએ. આપણે ભિખારી બની ગયા છીએ ને ભીખ માંગવામાં શરમ આવતી નથી. ત્યાં ખુમારી પ્રગટવી જોઈએ માટે જ કહ્યું છે કે ગઈ દીનતા અબ સબ હી હમારી પ્રભુ તું જ સમકિત દાન મેં.' “જયવીયરાયમાં આપણે એ જ કહીએ છીએ કે પ્રભુ! તમે કમાલ કરી તમે વીતરાગ બની ગયા પહેલી વાત જ એ આવી વીતરાગનો જય થાઓ”. એક એક સૂત્ર એવા છે કે સૂત્ર બોલો ને જાગ્રત થાઓ પણ તત્ત્વ નહીં સમજાય ત્યાં સુધી આ નહીં બને. નમસ્કાર મહામંત્ર પણ સ્વરૂપને પ્રગટ કરવાની તાકાત ધરાવે છે પણ આ વાતનો નિશ્ચય થયો નથી તેથી રૂચિ થઈ નથી. “સ્વ” માં જે કરવાનું હતું તે બધું “પર” માં કર્યું અને હવે એ ઉંધા કારકચક્રને સ્વમાં ન ફેરવીએ તો એ “પર”નો કર્તા જ બનવાનો છે. નિર્ણય પાકો થઈ શકે તો બધું બરાબર ચાલશે પછી જીવ વ્યવહાર પરમા ચાલે પણ અંતરમાં નિશ્ચય હોય પણ પુર્ણતા મળશે જ. આ વિશ્વમાં આત્માને સમજવો એ ગહનમાં ગહન વિષય છે અને સમજવા માટે આત્મામાં તેવા પ્રકારની યોગ્યતા પ્રગટાવવી જરૂરી છે. મોહનો પરિણામ આત્મામાંથી જેમ જેમ નીકળતો જાય તેમ-તેમ આત્મા - આત્માને સમજી શકે છે. અભવિ બીજાને સમજાવી શકે અને બીજો આત્મા પોતાનું કલ્યાણ કરી શકે છે પણ અભવિ પોતાને સમજી શકતો નથી કારણ તેમાં તેવી યોગ્યતાનો અભાવ છે. પોતાના સ્વરૂપ પ્રમાણે થવાનું છે ને સ્વભાવ પ્રમાણે જ્ઞાનસાર // 196