________________ આત્મા માટે કંઈક થતું હોય તો શરમાવર્તમાં આવ્યાની નિશાની છે હવે પુરૂષાર્થ ખેલી લેવાનો છે. પ્રથમ કારકતા : પોતાને જાણી લે અને જગતની જાણકારીમાં નિરસ બની જાય પરમાત્માની પણ એ તાકાત નથી કે કોઈના સ્વરૂપને પ્રગટ કરી દે એટલે આપણી દીનતા હટી જવી જોઈએ પરમાત્માની કૃપા એના પર જ ઉતરે જે આત્મા પરમાત્મા બનવા તૈયાર થયો છે પરને મેળવવાનો જે ભાવ ઉભો છે તે દીનતા લાવે છે. દીનતા નહીં પણ ખુમારી પ્રગટાવવાની છે. પ્રભુ આપ તો તારવા માટે જ બેઠાછો ‘તિજ્ઞાણં તારયાણં' પણ હવે આપણે તરવા માટે તૈયારી કરવાની છે. (2) કર્મકારક-આત્માને મારે મારા આત્માને, આત્માના સ્વરૂપને પ્રગટ કરવું છે. બીજુ કાંઈ મેળવવુ નથી અને મેળવેલું બધું જ ધન -પરિવાર આદિ હુ વાસ્તવિક મેળવી શકતો જ નથી અને તે મેળવેલું કાયમ માટે રહેતું નથી છતાં આપણને નિર્ણય થયો છે ખરો? ના તેથી જ તે મેળવવા તરફ રહ્યા છીએ. 1 લી માન્યતા - નિર્ણય ચોખો કરો કે હું મારા આત્માના સ્વરૂપ સિવાય, કોઈ વસ્તુ પ્રાપ્ત કરી શકું જ નહીં અને પુણ્ય આપેલી કર્મજનિત વસ્તુ સદા મારી પાસે રહેવાની નથી આ માન્યતા નથી તેથી છેવટ સુધી તેને સાચવવામાં જપડ્યો છું તેમાંથી બહાર નીકળી મારે મારા આત્માના સ્વરૂપને પ્રગટ કરવા માટે જ પુરૂષાર્થ કરવાનો છે. આપણો આખો સંસાર પર પર માલિકીપણું - હક્ક કરવો એના પર જ ચાલે છે. માતાએ પુત્રને જન્મ આપ્યો પાળી પોષીને મોટો કર્યો એટલે એના પર “મારો છે એમ માલીકી હક્ક જમાવે છે. આ બધા સંબંધો તો કર્મસત્તાએ જોયાછે. એની આપેલી વસ્તુ પર આપણો શું અધિકાર? અધિકાર જમાવીએ તો પણ તે વસ્તુ સદા માટે આપણી પાસે રહેવાની નથી, આમ પર વસ્તુમાં માલિકીપણું આત્મા કરી શકતો જ નથી. પરંતુ આપણે તે ભૂલી પર વસ્તુની માલીકી કરવા જ જાણે જીવી રહ્યા છીએ. જ્ઞાનસાર || 198