________________ અને અરૂપી બન્ને દ્રવ્યો પૂર્ણ રીતે જોઈ શકાય અને તે અનંત છે તેની કોઈ મર્યાદા નથી. કોડીયાના દિપકમાં બધી જ અપેક્ષા આવે વાટ, તેલ, માચીસ વિગેરે તે વિના પ્રકાશ ન થાય એ રીતે મતિ અને શ્રુતજ્ઞાન માટે સાધનોની જરૂર પડે છે. કેવળજ્ઞાનનો પ્રકાશ પૂર્ણ છે, સહજ છે, તે નિર્મળ છે. જેટલો જેટલો મોહ ભળે તેટલો તેટલો ધૂમાડો વધ ક્ષાયોપથમિક ભાવ છે ત્યાં સુધી મોહનો ઉદય હોય, માટે ૧૪પૂર્વીને પણ શંકા થાય. ક્ષાયિક સમકિતીને શંકા ન થાય. દર્શન મોહનીયનો સંપુર્ણ ક્ષય 4 થે ગુણઠાણે થઈ શકે છે, પદાર્થના નિર્ણય સંબંધિ નિર્વિકલ્પ અવસ્થા થાય અને 4 થે ગુણઠાણે શરૂઆત 11 મે ઉપશમ અને 12 મે તેની પૂર્ણતા થાય. કર્મોનો પૂર્ણક્ષય થાય. એટલે એટલો સમય નિર્વિકલ્પ અવસ્થા થાય. બોધ થવો અર્થાત્ જાણકારી થવી અને અવબોધ થવો એટલે નિર્ધાર થવો. એટલે આત્મવીર્ય પોતાના સ્વરૂપમાં સ્થિર થવા માટે વ્યાપાર કરે છે. અત્યાર સુધી એ પરમાં વ્યાપાર કરતો હતો હવે તેને નિર્ધાર થયો એટલે અપૂર્વવર્ષોલ્લાસ થવાથી એ સ્વમાં પ્રવર્તમાન થાય છે. રત્નત્રયની અભેદતા ૭મેથાયદેહમાં રહેવા છતાં દેહાતીત અવસ્થાનો અનુભવ કરે છે જેવુ જાણ્યું તેવું જ સ્વીકાર્યને તે જ પ્રમાણેની રૂચિ થવાથી તે પ્રમાણે થવા વીર્ય પરીણમ્યું તેથી અભેદજ્ઞાનનો અનુભવ કરે છે અલ્પકાળ માટે એવું થઈ શકે છે પછી છૂટી જાય છે એટલે નીચે આવે અને જો આગળ વધે તો શ્રેણી માંડે. સ્વને બદલે પરમાં વીર્યનો વ્યાપાર કર્યો તેથી કારકચક્ર અશુદ્ધ થયું ને કર્મબંધ થયો. હું છું તેમ થયું, હું આત્મા છું તેમ ન થયું. મોહની હાજરીમાં અત્યાર સુધી શરીરને હું માનીને કાર્ય કર્યું જે કરવાનું ન હતું તે બધું જ કર્યું, અને કર્મો બાંધ્યા. હું આત્મા છું એની પ્રતિતી થાય અને શરીર પર છે તેવી પ્રતીતી થાય પછી આત્મા એક ક્ષણ માટે પણ શરીર સાથે રહેવા તૈયાર નહીં થાય. ઉદા. ગજસુકુમાલદેહમાં રહેવા છતાં દેહાતીત અવસ્થાનો આનંદ માણે. જ્ઞાનસાર // 194