________________ તીવ્ર અનુબંધ નહી પડે. પર વસ્તુમાં ભવ રૂપ ભયાનક વિસ્તાર છે માટે જ જીવની માન્યતા તો સ્પષ્ટ થઈ જવી જોઈએ નહીં તો અનુબંધ ખોટા પડશે તો ભવ-વનમાં ક્યાંયે રઝળી પડશું. અનુબંધ પાડવામાં મિથ્યાત્વને માયા બંને ઠગો આત્માને ઠગી જાય છે. સ્વરૂપની ભ્રાંતિ એ મોટામાં મોટી ભ્રાંતિ છે” આતમ-અરપણ વસ્તુ વિચારતાં, મતિપ્રમ ભેદ ટળે. સુજ્ઞાની, પરમ–પદારથ સંપત્તિ સંપજે, આનંદ ધન રસ પોષ સુજ્ઞાની” વસ્તુને સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે વિચારવું સ્વીકારવું અને આચરવું એ સમર્પણ છે. સ્વ મતિ-બ્રમથી નથી ચાલવાનું જો તેમ થાય તો દૃષ્ટિ સુધરે નહિ. પરમાત્માએ આ સમ્યગ્ દર્શનની મોટામાં મોટી ભેટ આપી છે. આમ જો સર્વજ્ઞના વચન પ્રમાણે વર્તવાનો નિર્ધાર કરશું તો જ આત્માનું શ્રેય થશે. રત્નના દિપકનો પ્રકાશસ્થિર છે અને તેલનો દિપકઅસ્થિર છે.પવન આવે તો જ્યોત સ્થિર ન રહે એ અસ્થિર બને જ્યારે રત્નનો દીપકસ્થિર રહે છે કોડિયું, તેલને વાટ ત્રણે જુદા છે. તે અસ્થિર છે તે મેશ રૂપ બગાડવાનું કાર્ય કરે છે. આશ્રવથી ખરડાય છે. રત્નના દિપકને પ્રકાશ કરવાની જરૂર નથી. એ સ્વયંપ્રકાશિત છે. ગુણોનો પ્રકાશ છે. સાધનની જરૂર નથી. કેવળજ્ઞાનનો પ્રકાશ સહજ છે. સાધનની જરૂર નથી. કોડીયાની દીપકમાં અન્ય સાધનોની જરૂર પડે છે અને મોહના ઉદયથી ધુમાડાવાળો પ્રકાશ છે. મનઃ પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન પણ પૂર્ણ નથી. જયારે કેવળજ્ઞાન એ પૂર્ણ પ્રકાશ છે. અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનમાં સાધનની જરૂર નથી. તે તે અંશે કર્મોના આવરણ દૂર થવાથી આ જ્ઞાન થાય છે. જો લોકાવધિ અવધિજ્ઞાન થાય તો સમસ્ત લોકનાં સર્વરૂપી પદાર્થો જ બતાવશે અને “પરમાવધિ એ છેલ્લામાં છેલ્લુ અવધિજ્ઞાન છે અને એનાથી અલોકમાં જે રૂપી દ્રવ્યો હોય તો તેનું પણ જ્ઞાન થાય એટલી તેની શક્તિ છે પણ અલોકમાં રૂપી દ્રવ્ય નથી. આમ લોકાવધિ કરતા પરમાવધિ વિશુધ્ધ કોટીનું હોવાથી તે પ્રાપ્ત થયાં પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે એ પણ રૂપીને જ બતાવશે, એ એની મર્યાદા છે. જયારે કેવલજ્ઞાન પૂર્ણ છે, રૂપી જ્ઞાનસાર || 193