________________ છોડવું હશે ત્યારે સહજતાથી છૂટી જશે. જીવે ઉંધી માન્યતાઓ કરીને ગાઢ આંટા માર્યા છે કે હવે તેને સમજપૂર્વક સીધા કરતા નવનેજે પાણી ઉતરી જાય. (અત્યંત પુરૂષાર્થ કરવો પડે) ધર્મ પણ પુણ્ય મેળવવા, મોહની વૃદ્ધિ કરવા કરીએ તે ખોટુ છે. માત્ર સારા કપડા પહેરીને બીજાને બતાવવાનું જ મન હોય તો તેવા વેષ દ્વારા માન કષાયનો દોષ લાગે અને શીલ ધર્મપણ સચવાશે નહીં માટે જ ઉચિત વેશ પહેરવાનો કહયો છે ઉભટ વેષ નથી પહેરવાનો પણ શીલરક્ષક અને શરીર સમાધિ કારક આર્ય સંસ્કૃતિ પોષક વેશ પહેરવાનો છે. આપણને રાગને વધારનારા શબ્દ ગમે કે રાગને તોડનારા શબ્દગમે? વિકાર થાય તેવા શબ્દો પણ બોલવાના નથી. લોકો તમને સ્નેહથી - બહુમાનથી બોલાવે તો જ ગમશે ને? તેથી જીવને જગત પાસે માનપાનની અપેક્ષા છે. આ તો દોષોને વધારવાની ઈચ્છા કરી કહેવાશે દોષોને કાઢવાની તો ઈચ્છા જ નથી. ધર્મશા માટે કરવાનો છે?ચિત્તની પ્રસન્નતા માટે. ચિત્ત પ્રસન્નશેનાથી થાય? કષાયની હાનીથી થાય. રાગ વધ્યો અને તેથી શાતા મળી તેવો વ્યવહાર નથી કરવાનો. આત્માને કેન્દ્રમાં રાખીને, સમતાનો પરીણામ આવે તો જ ચિત્ત પ્રસન્ન થાય સર્વ જીવરાશિ પ્રત્યે પ્રેમભાવ- એ ગુણની વૃદ્ધિ કરશે. જે આત્માને જીવ દ્રવ્ય પર પ્રેમ નથી તે જ આત્મા કઠોર શબ્દ બોલે, ક્રોધ પૂર્વક તિરસ્કાર પૂર્વક બોલે આવું શા માટે થાય છે? દોષો પ્રત્યે પક્ષપાત ઉભો છે તે જ આત્મા કઠોર દ્વેષ - ક્રોધી વચન બોલી શકે છે. નામ પણ મોહની ઉત્પતિનું કારણ છે. રાગ ન વધે તે માટે પહેલા હે આર્ય! હે આર્ય! એમ બોલાતું હતું. કેવી સુંદર પદ્ધતિ હતી એ! આત્માની પ્રધાનતાને માને તે જ આર્ય. શરીરની પ્રધાનતાને માને તેઓ સ્વર્ગ માટે જેઓ જીવી રહ્યા છે તે બધા અનાર્ય કહેવાય. અધ્યાત્મના નિર્ણય પૂર્વક વાત મૂકો તો તે રાગની પુષ્ટિ ન કરે તો તે રાગની વૃદ્ધિનું કારણ નહીં બને. જ્ઞાનસાર // 191