________________ પાછો ‘પર માંથી ખસી જાય. માટેપરમાં હેય પરિણામ લાવી જરૂર પૂરતો જ વ્યવહાર કરવો સાધન અને સહાયની જરૂર હોય તો આત્મા માટે તેટલો ઉપયોગ કરી પછી તેને છોડી દેવાનાં છે. આત્માને પર દ્રવ્યનો સંયોગ પીડાકારી છે માટે તેને હેય રૂપે કહયો કેમ કે જીવ અજીવમાં રહ્યો છે. અરૂપી -રૂપ વાળો બન્યો છે. અને અયોગી - યોગમાં રહ્યો છે જીવને થયેલા સંયોગ પ્રત્યેના મોહને કારણે પોતાનું સ્વરૂપ ભુલ્યો- સ્વભાવ ભૂલ્યોને તેના કારણે ભાવ પીડાઓથી સંસારનું સર્જન કર્યુ. વિરૂપ ને સ્વરૂપ માનવાની ભ્રાંતિથી જીવ દુઃખી થાય છે. માટે સુખી થવા સ્વભાવ - રમણતા કેળવવાની છે. આત્મબોધ થાય અને તેનો સ્વિકાર થાય ત્યારે અવબોધ થયો કહેવાય. (વિશેષ -બોધ). આત્મ-ધર્મવિના મોક્ષમાર્ગ નથી. મોક્ષ-ત્યાગ પરભાવનો ત્યાગ, તો જ એ મોક્ષ રૂપ - માર્ગ બને છે ત્યાં સુધી જ્ઞાન પરિણામ શુદ્ધ બનતો નથી પરભાવ છૂટે પછી જ પર દ્રવ્ય મનથી છોડી શકે તેથી જ મિચ્છુ પરિહરહ-મિથ્યાત્વનો પરિહાર થાય તો જ વિવેક પ્રગટે - આ હેય આ ઉપાદેય - તો ધરહ સમ્મત! તો જ સમ્યકત્વ પ્રગટ થાય તો જ પર-ભાવ છૂટે પછી પર દ્રવ્ય છૂટતા વાર શી? સ્વધર્મ કર્તુત્વ- પોતે પોતાના કર્તા બનવું જોઈએ. સ્વ-ગુણ રૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના કર્તા બનવાનું છે. જ્ઞાન શુદ્ધ થાય તો મિથ્યાત્વ જાય. સર્વજ્ઞના તત્ત્વને હૃદયમાં ભાવિત કર્યા વિનામિથ્યાત્વકદાપિ જાય નહીં. દા.ત. ધન રાખવા જેવું ભગવાને દ્રવ્ય - ગુણ - પર્યાયથી વાત કહી છે. ધન એ એક દ્રવ્ય છે તે અજીવ દ્રવ્ય છે માટે એ હેયછે હેય માનવું એટલે જો શક્તિ હોય તો ત્યાગ જ કરવાનો છે. ધન વિના જીવી શકાય કે નહીં? જીવી શકાય, સાધુ ભગવંતો આપણી નજર સમક્ષ જ છે તો આવું જીવન કેમ ન જીવવું? ધનની , ઉપાધિ ગળે લગાડવી શું કામ? તને તેના ત્યાગમાં શું નડે છે? ન નડતું હોય તો સંયમ ધર્મસ્વિકારી લે. તેમ ન થઈ શકે તેમ હોય તો તારે કેટલું ધન જોઈએ છે તેનો નિર્ણય કર, બાકીનાનો ત્યાગ કર, તો પાપબંધન-મૂછ નહીં થાય અને જ્ઞાનસાર || 190