________________ અને પત્ની સાથે પણ બધો વ્યવહાર કરે છે અને ધન વિ. પણ પોતાનું કમાયેલું વાપરે છે. આ વ્યવહાર ની વાત છે તેને દુઃખી થવાનો વારો નથી આવતો. આ જ વ્યવહાર એ પરની સાથે કરે તો સમાજમાં કલંક લાગી જાય તે જ રીતે આત્મા સ્વ-સ્વભાવનો કર્તા છે, ભોક્તા છે. પર સ્વભાવનો કર્તા-ભોક્તા નથી અને “પર” નો કર્તા - ભોક્તા બનવા જાય તો કર્મરાજાના - દંડા ખાવા પડે. પરમાત્માની તમામ આજ્ઞા - આત્માના સ્વભાવને પ્રગટ કરવા માટે જ છે. ૧લુ કર્તા પણું શેયના જ્ઞાતા બનવું, આ ન થયું માટે જ ધર્મ ઘણો કરવા છતાં પણ ધર્મથી બાકાત રહ્યા. સર્વજ્ઞ પરમાત્માએ જે રીતે જ્ઞાનમાં જોયું અને કહ્યું તે જ રીતે જોવું - જાણવું. (2) સ્વરૂપ ગ્રાહત્વઃ જે રીતે જોયું જાણ્યું તે રીતે તત્ત્વને ગ્રહણ કરવુ સ્વીકારવું. અભવ્ય યથાર્થ જાણે છે પણ તે સ્વરૂપે સ્વિકારતો નથી. જે સ્વિકારે છે તેનામાં જ સમ્યગુદર્શન છે. - વર્તમાનમાં આપણો જીવ શુધ્ધ સ્વરૂપે નથી આપણા જીવને જીવાજીવ રૂપારૂપ અને યોગા યોગ તરીકે સ્વકારવાનો છે આ ત્રણેયનો યથાર્યબોધ થાય તો જ યથાર્થ સ્વિકાર થયેલો કહેવાય અને તો જ યથાર્થ શુધ્ધ સ્વરૂપની ઢચિ રૂપ અને અશુધ્ધ સ્વરૂપના હેય રૂપ પરિણામ આવે નહીંતર મોહજન્ય પરિણામ પામે. * સમાધિ કોણ પામે? જે સ્વભાવનાં કર્તા તે જ સમાધિને પામે. ચિત્ત સમાધિ કેમ ન થાય? શેયના માત્ર જ્ઞાતા બને તેને સમાધિ મળે શરીરમાં જયાં સંવેદન થાય ત્યાં આત્મા છે. જ્યાં આત્મા નથી ત્યાં સંવેદન ન થાય ત્યાં જીવ ધર્મના કર્તા પરિણામમાં આવે ત્યારે ધર્મ થયો નહીંતર માત્રક્રિયા થઈ. યથાર્થ બોધનો પરિણામ નહી તો ધર્મ કયાંથી? આત્માએ જ્ઞાન ગુણ રૂપ સ્વભાવને પામવાનો છે. યથાર્થ જ્ઞાનસાર || 188