________________ બોધ જ્ઞાનનો થાય તો જ તે સમ્યકરૂપે પરિણમે છે. (1) યથાર્થ બોધ કેવળજ્ઞાન વિના થાય નહીં માટે જ સર્વજ્ઞના વચન પર અપૂર્વ શ્રદ્ધા જોઈએ માટે 1 લી જ આજ્ઞા - શેયના જ્ઞાતા બનવું. આપણે જ્ઞાતા બનીએ છીએ પણ મોહવિકાર રૂપ જ્ઞાતા બનીએ છીએ. (2) શરીરના રાગને તોડવો હોય તો શરીરને નપકડતાં આત્માને પકડવો જોઈએ તો રાગાદિ ભાવોનોવિગમ થાય. (3) સ્વમાં રમણતા અને પરમાંદષ્ટાબનવાનું છે તો જીવન અપુર્વરસમય બને પછી તેને પર સંગની જરૂર ન રહે નિસંગ અવસ્થામાં પણ તે સુખી હોય અજીવમાં અર્થાત્ પર સંયોગનો શક્યનો ત્યાગ, અશક્યમાં ઉદાસીન પરિણામ. (4) સ્વ ગુણ ભોકતૃત્વઃ પરમાં ઔદાસીન્ય ભાવ અને સ્વગુણના જ ભોક્તા બનવાનું છે તે કયારે થાય? જયારે તે પોતાના ઘરમાં રહે તો પોતાના ગુણોનો ભોક્તા બની શકે. બહારનો બધો નકલી માલ છે કચરાપેટી છે એવું લાગે ત્યારે આત્મજ્ઞાન થયું કહેવાય. “પ્રવચન અજન જો સદગુરૂ કરે દેખે પરમ નિધાન હૃદયનયણ નિહાળે જગધણી મહિમા મેરૂ સમાન...” શિષ્યનો ગ્રાહકતા ભાવ જ એવો હોય કે એને આપો આપ ગુણની પ્રાપ્તિ થઈ જ જાય દાત. માસતુષ મુનિ (અર્થાપતિ) ગુરૂ પાસે નહોય એનાથી અધિકશિષ્યને લાયકાત પ્રાપ્ત થતા મળી જાય. પોતે કેવળજ્ઞાન મેળવીને ગુરૂને અર્પણ કર્યુ. (વિનિત શિષ્ય -ચંડરૂદ્રાચાર્ય) જિનશાસન યોગ્યતાને જ માન આપે છે પરાવલંબી નહી પણ સ્વાવલંબી બની જાઓ. (એક લવ્ય) ગુરૂ કૃપા શિષ્ય મેળવવાની છે. (સ્વ સ્વભાવ રક્ષકત્વ) આત્માને વિશે રમણતા આવી તો હવે તેની રક્ષા કરવાની છે કે જેથી જ્ઞાનસાર // 189