________________ રત્નત્રયી (રત્નત્રયીની એકતા) તરફ પ્રયાણ થાય છે. (7 મે, 8, 9, 10, 11 અને 12 માં સંપુર્ણ મોહનો ક્ષય.) ક્ષાયિક ભાવ પ્રાપ્ત થવાથી સંપૂર્ણ મોહના નાશથી અથવા સર્વથા ઉપશમથી અભેદ સમાધિની પ્રાપ્તિ થાય. ૪થા ગુણઠાણાથી શરૂઆત-સંસાર સંબંધી વિકલ્પો મંદ પડી જાય. મિથ્યાત્વના ઉદયથી “પર” માં મારાપણાની બુદ્ધિ જતાં તે પરને પ્રાપ્ત કરવા, ભોગવવા, સંગ્રહ કરનારની વૃત્તિઓ નિરસમંદ પડતા સંકલ્પ-વિકલ્પો મંદ પડે તેથી સમ્યગ્દર્શન પ્રગટે એટલે તરવાનો ભાવ જાગે, (પર વસ્તુ સહજતાથી છૂટી જાય જેમવિષ્ટાયેય લાગ્યા પછી તેને કોઈ સંગ્રહ કરતો નથી, માટે જ મિષ્ઠ પરિદરદ થરદસમતં ક્રમસર જ્ઞાનીઓએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. તમારે ઠેકડા મારવા છે એમ ન બને. તમારે તરવું છે તો પહેલા તમે તીર્થસ્પ બનો અર્થાત્ આત્મારૂપી તીર્થને જાણો તારે તે પરમાત્માને તીર્થ સ્વરૂપ કહયા છે અને તેથી જ તેમનું વિશેષણ છે તિન્નાણું - તારયાણું સાધના વિકાસ ક્રમ ક્રમિક છે છતાં પરમાત્મા ૪થે થી ૭મે જાય છે કેમ કે પૂર્વ અભ્યાસ કરીને આવ્યા છે. પૃથ્વીચંદ્ર - ગુણ સાગર 19 ભવોની સાધના સાથે સ્નેહ રાગ ન તૂટતો હતો માટે કેવળજ્ઞાન અટકયું હતું. ગુઢએ જ્યારે બન્નેને સ્નેહની અનર્થતા સમજાવી પછી બન્ને જુદા થઈ અપ્રમત્તપણે સાધના કરી. તો સ્વાર્થસિધ્ધવિમાન અને ૨૧માં ભવમાં મુક્તિ. ૪થે ગુણસ્થાન કે મિથ્યાત્વ સંબંધી માન્યતા રૂપ સંકલ્પ - વિકલ્પો જાય અર્થાત્ સ્વ-પરના સ્વભાવ અને સ્વઢપતાના નિર્ણય સંબંધિવિકલ્પોન રહે પણ ચારિત્રના મોહના ઉદયે સાધ્યની સિધ્ધી સંબંધી પુઢષાર્થમાં ખામી રહે તેથી પૂર્ણતાની ઝંખના રૂપ પ્રશસ્ત વિકલ્પ રહે. ગૌતમ સ્વામિની જેમ મને કેવળજ્ઞાન કયારે મળશે ? તેવા પ્રશસ્તવિકલ્પો રહે. આ પ્રશસ્ત વિકલ્પ જે અતિ અલ્પ કર્મબંધ કરાવે - કાં તો નિર્જરા કરાવે કેમ કે તેમાં મોહ પાતળો - પાતળો થતાં ક્ષીણ થાય છે. સમકિતની હાજરીમાં પ્રશસ્ત વિકલ્પો રહેવાના -પણ ગુણના અનુબંધવાળા જ્ઞાનસાર // 186