________________ પારણે આયંબિલનો તપ 12 વર્ષ મૃત્યુ પર્યત. તેમ જેટલા અંશે રાગ તોડયો એટલા અંશે જિન બન્યા માટે જ જિનો ભૂત્વા જિન ધ્યાયે' (જિન બનીને જિનનું ધ્યાન કરો) પરની ચિંતા એ રાગ છે. આર્તધ્યાનની શરૂઆત છે તેને તમે આગળ અટકાવો નહીં તો આગ પ્રજ્વળી બધું બાળી નાંખે. સંસાર એ વિકલ્પો રૂપી જાળ છે, ધૂમાડો આંખને બાળે, દીવેટીયું કાળું કરે પ્રશાંત આત્મામાં વિકલ્પો રૂપી જાળ ફેલાય અને મુંઝાય અને સંક્લેશ થી આત્મા કાળો થઈ જાય. લમણે હાથ દઈ બેસતો થઈ જાય. અજ્ઞાનતા જ જીવને મોહમાં મૂંઝવે છે જયારે મોહ વિનાનું શુદ્ધ જ્ઞાન વીતરાગતાના માર્ગે લઈ જાય છે. માટે આવા સંકલ્પ વિકલ્પ રૂપ ધૂમાડાથી સર્યું. હવે આત્માના સ્વરૂપનો નિર્ણય થઈ જવો જોઈએ આત્માને આત્માના ગુણો જ મારા છે બાકીનું બધું મિથ્યા છે માટે પર ચિંતા ત્યાજ્ય છે. પદ્રવ્યનો અભ્યાસ કરી પછી જે આત્માનો નિર્ણય થશે તે દઢ હશે. “ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂ૫ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.” અત્યંત આશ્રવ ભાવોથી ભરેલા એવા વિકલ્પોના ધૂમાડા ક્યારે નીકળે જયારે જીવ શુદ્ધ એવા આત્માને પકડતો નથી અને પર’ માં જાય છે અર્થાત્ મોહમાં જાય છે. પોતાનો જ્ઞાયકતાનો સ્વભાવ છોડી પરમાં જાય તો તેનો થાય છે. પોતાના સ્વરૂપની ઢચિનો જેટલો તીવ્ર પરિણામ તેટલો તે સ્વભાવ રમણતાનું સુખ અનુભવે તેથી જયારે આત્મરૂચિપરમાંથી ખસી “સ્વ” સ્વભાવ તરફ જશે તો એ પરમાં ઔદાસિન્ય ભાવને પામશે અર્થાત્ સમ્યગૂ દર્શનમાં આત્મવીર્ય“સ્વ” માં જશે. જયારે મિથ્યાત્વના ઉદયમાં આત્મવીર્યપરમાં જશે. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં આત્માનું સાધ્ય સ્વરૂપ સ્થિર થઈ જાય છે ઉંધમાં પણ એનો એ જ નિશ્ચય હોય છે. સંપૂર્ણ નિર્વિકલ્પ સમાધિ અભેદ જ્ઞાનસાર // 185