________________ ચિંતવણીના કાઉસગ્ગમાં આપણે એ જ ચિંતવીએ છીએ ભાવના છે શક્તિ નથી પરિણામ નથી શક્તિનું તે રૂપે થઈ જવું તે જ પરિણામ છે. મોહનો પરિણામ એ પુદ્ગલનો પરિણામ છે. આત્માનો પરિણામ એ અરૂપી છે. પુદ્ગલનો પરિણામ કર્મ બંધ કરાવે આત્માનો પરિણામ ચાલુ હોય ત્યારે નિર્જરા કરાવે. આ પરિણામને પકડતાં શીખીયે તો માર્ગ સરળ છે માસક્ષમણ કર્યું. અઠ્ઠમ કર્યો તો શક્તિ તો છે પણ પરિણામ નથી. કાઉસગ્નમાં આ ચિંતવીએ છીએ સ્વભાવ અને સ્વરૂપનો સચોટનિર્ણય થાય ત્યારે જ તે પરિણામને પકડી શકશે એ આત્માનો પરિણામ છે કે મોહનો પરિણામ છે તેનું ભાન થાય. બધા ધર્મ અનુષ્ઠાનો પકડ્યા પણ પરમાત્માએ જે ધર્મનું મુળિયુ બતાવ્યું તેને જન પકડયુ માટે જ ધર્મ ન કરી શક્યા. જયાં મોહ પોષાય ત્યાં ધમાલ કરી જીવોને પરની ચિંતા રૂપ જે સંકલ્પ જાગ્યો એટલે વિકલ્પો આવ્યા મોહજન્ય પરિણામ થી કોઈ વસ્તુની એકવાર વિચારણા કરવી તે સંકલ્પ અને વારંવાર વિચારણા કરવી તે વિકલ્પ અને તેની હારમાળા ચાલે તે આર્તધ્યાન. તેથી દીનતા આવે પ્રસન્નતા જાય મેળવવાનો સંકલ્પ કર્યો તે ન મળે ત્યાં સુધી એની પ્રાપ્તિ માટેના ઉપાયોની હારમાળા ચાલે. એમાં જો વિઘ્નો આવશે તો એને ખાળવા માટેના વિકલ્પો ચાલે શુભ અને અશુભ બંનેના વિકલ્પો ચાલે પણ તે પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત ભાવ આવે એટલે ધીમે ધીમે રાગની હાનિ અને વિકલ્પોની મંદતા અને પછી તે શુદ્ધ ભાવ પણ બને. પ્રશસ્ત રાગ વીતરાગ પર ગોઠવ્યો હોય તો રાગ ધીમે ધીમે પાતળો પડવો જ જોઈએ તો જ એ પ્રશસ્ત રાગ અને પછી એ સ્વભાવ સન્મુખ બનશે. સાધુપણું ગમતું નથી અને વીતરાગતા સાથે જોડાવું છે તો મેળ કઈ રીતે પડશે? કાં તો સાધુપણું પામવાનો અકલ્પ ઉત્સાહ હોય અને તે ન મળી શકે તેમ હોય તો પશ્ચાતાપના ભાવોમાં હોય તો એના અંતરાયકર્મો પશ્ચાતાપની તીવ્રતા કે મંદતા પર જલ્દી કે સમય જતા તૂટે ખરા. શીવકુમાર - છઠ્ઠ ના જ્ઞાનસાર // 184