________________ (4) સંપ્રદાનઃ પોતાને પોતાનું દાન કરવુ-પ-શક્તિઓ -લબ્ધિઓ અને દાનાદિ પાંચ ગુણો પોતાનું કાર્ય કરે છે. દા.ત. પોતે પોતાને આપવું. નિશ્ચયથી પોતે જ પોતાને અભયદાન આપી શકે છે. તેના માટે વ્યવહારથી ષકાયના જીવોને અભયદાન આપવાનું છે. મેં આમ કર્યું એમ કહીને દાન આપીને શુદ્ધ બનવાને બદલે આત્મા અશુદ્ધ બને. સ્વરૂપનિર્ણય નથી થયો ત્યાં સુધી આત્મા માયકાંગલો બને પણ શૂરવીર બનશે ત્યારે એકે હજારો બનશે. (5) અપાદાનઃ જુદા થવાનો વિવેક કરવાનો છે. જ્ઞાનાદિ ગુણો મારા ને રાગાદિ દોષો આત્માથી જુદા છે માટે રખાય નહી. (6) આધારઃ ગુણોનો આધાર આત્મા જ છે માટે આત્મા જ ઉપાદેય લાગે. “સમ્યગૂ રત્નત્રયી રસ રાચ્યો ચેતન રાજ, જ્ઞાન-કિયા ચક ચકચૂર સર્વ અપાય, કારક ચક સ્વભાવથી સાધે પૂરણ સાધ્ય, કર્તા-કારણ-કારજ એક થવા નિરાબાધ...” રત્નત્રયીનો રસ આત્માને ગમી ગયો - સાધુ ધર્મ એ રીતે બતાવે કે એનું બહુમાન ધર્મ પ્રત્યે, ગુણો પ્રત્યે થાય પણ ધન પ્રત્યે બહુમાન થાય નહીં ને ધનની ઈચ્છા પણ આત્મા ન કરે, જ્ઞાન - ક્રિયા દ્વારા તમામ ચક્રો રાગાદિ તમામ અપાયને ચકચૂર કરે. 6 - સ્વભાવકારક ચક્ર છે છયે જયારે એકતા સાધશે ત્યારે કાર્ય થશે. આ છ માટે ગુતિની પ્રથમ ક્રિયા કરવી પડે. કાચબાની જેમ યોગને સંકોચવા દ્વારા આત્માના પરિણામની રક્ષા કરવાની છે. ત્રીજી યોગને સ્થિર કરવા પહેલી કાયવુતિ ઉત્સર્ગે (આમાં નિવૃત્તિ) અને બીજીમાં પ્રવૃત્તિમાં સ્થિર કરવાનાં છે અને માટે દૃષ્ટિ ને પ્રાર્થના એમ બે પ્રકારે , પડિલેહણ કરવાના છે આવી પ્રવૃત્તિ નિવૃત્તિની પ્રધાનતા વાળી હોય.સ્વાધ્યાય ઉભા ઉભા કરવાનોને થાકે તો પુંજીપ્રમાર્જીને ઉભડક પગે બેસવાનું છે. પલાંઠી વાળીને બેસવું એ પ્રમાદ છે. પ્રમાદમાં બેઠો છું એવો ઉપયોગ આવવો જોઈએ જ્ઞાનસાર || 182