________________ જે કાયગુપ્તિને જીતી લે છે. તે બીજી ગુપ્તિ પણ જીતી લે છે “એકતા શાન નિશ્ચય દયા, સુગુરૂ તેને ભાખે, જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે.” * “કિયાના ત્રણ ફળ” ‘ક્રિયાનું ફળ કર્મની નિર્જરા, કષાયનીહાનિ અર્થાત્ આનંદની પ્રાપ્તિ અને પુન્યાનુબંધી પુ બંધએ ત્રણ છે. તો એ ક્રિયા પરમાત્માની આજ્ઞા મુજબ થઈ કહેવાશે. અયોગી બનવા માટે અપ્રમત્ત પણે ક્રિયા કરવા છતાં પ્રધાન ઉપયોગ પોતાના આત્મગુણોમાં રમતો હોવો જોઈએ. આપણું મન તે વખતે વાતારવણ, ક્ષેત્ર, શરીર, સારૂં, શરીરને ટેકો બરાબર આપી દીધો હોય -આ બધું બરાબર તો આપણી આરાધના બરાબર - આવા વિકલ્પોમાં ન હોવું જોઈએ.” “આતમ જ્ઞાને મગ્ન જો, સો સબ પુદ્ગલ ખેલ, ઈન્દ્રજાલ કરી લેખવે, મિલે ન તિહાં મનમેલ.” થોડીકવારમાં પવનના સુસવાટા, થોડીવાર પછી ઉકળાટ, અસ્થિરતા આ બધો જ પુદ્ગલનો ખેલ છે એમ જાણે તે જ આત્મામાં મગ્ન બની શકે. દેહને જ અનુકૂળ બને તે મિત્ર, ને પ્રતિકૂળ બને તે દુશમન તે ભાવ છોડવાના છે. જગત સાથે મૈત્રીભાવ રાખવાનો છે. જીવ સર્વને સમાન દેખે તો સમતા આવે તો શીલતા આવે. આ દષ્ટિ નહીં આવે તો નાની પ્રતિકૂળતા પણ સહન નહીં કરે જો દેહાભિમાન ન છૂટયું, આત્માનું લક્ષ ન આવ્યું તો ક્રિયા જડ થઈને રહેશે. કાયામાં કર્તાપણું તે આત્માની હિંસા. અષ્ટ પ્રવચન માતા સંયમને જન્મ આપે. પાલન કરે, રક્ષા વૃદ્ધિ કરે અને અંતે શિવસુખનો ભાગી કરાવે. અષ્ટપ્રવચન માતાનું પાલન જીવને સમતા અપાવે. સુકોશલમુનિને વાઘણે શરીર વલોસ્કૃત્યારે જિનવચનમાં કાયાનો આત્મા સાથે છૂટવા રૂપસ્વાધ્યાય કર્યો. મનમાં ભાવનાઓ ભાવી, કાયાથી વારંવાર - કાર્યોત્સર્ગનો અભ્યાસ કર્યો - હવે પરિણમન- એના મય બની જવાનું - જ્ઞાનસાર // 180