________________ અને કાયાપ્રત્યે મમતાનો પરિણામ નહોય. આત્માની અસ્થિરતા પંચેન્દ્રિયણામાં સૌથી વધુ છે. વ્યક્ત મિથ્યાત્વના ઉદયના કારણે જ મન વધુ અસ્થિર -ચંચળ બને છે અને ૭મી નરક સુધી પણ પહોંચી જાય છે. અસંગ્નિ પંચેન્દ્રિય ને અવ્યક્ત મિથ્યાત્વ હોવાથી તે 1 લી નરકથી આગળ જતો નથી. અસંજ્ઞિજીવને ખાવા-પીવા સંબંધી જ્ઞાન હોય પણ દેવ-ગુરૂ-ધર્મનું કાંઈ જ્ઞાન નથી. મિથ્યાત્વના લીધે નુકશાન પણ વધુ ને મિથ્યાત્વના વિગમના કારણે લાભ પણ વધારે. “કિયા શુભાશુભ ભાવબીજ છે, તેને તજી તનુ વ્યાપારોજી, તેણે તજી તનુ વ્યાપારોજી, ચંચલ ભાવ આશ્રવ મૂલ છે. જીવ અચલ અવિકારો જી ..." આત્મપ્રદેશો સ્થિર છે ને સ્વભાવ અવિકારી છે. જયારે શરીર (પુદ્ગલ) સંગ થયો વીર્યનો વ્યાપાર - વીર્ય તેની સાથે જોડ્યું એટલે અસ્થિરને વિકારી ભાવ આવ્યો. જ્ઞાની આત્માઓ શરીરમાં હોવા છતાં એને પકડતા નથી અને જુએ છે પણ ભોક્તા બનતા નથી. પુગલમાં રહે છે પણ રમતા નથી આપણે એમાં મનના ઉપયોગથી વિકલ્પોની હારમાળાથી ભમીએ છીએ. પુદગલના સંયોગમાં રહેવું એ પહેલી ચંચળતા, ને એના સ્વભાવમાં રસ, રૂચિ, પ્રીતી, આદરનો પરિણામ (વર્ણાદિમાં) ત્યાં લઈ ગયો એ બીજી ચંચળતા. પ્રથમ કાયાગુપ્તિ કેમ? કાયયોગ તો બધે જ સાથે નિગોદમાં પણ ને વિગ્રહગતિમાં પણ માટે પ્રથમ કાયગતિ મૂકી. આ અંગોપાંગ જગત માટે મોતનું કારણ છે. નખ અને વાળ મોહનું કારણ છે એ અંગોપાંગ છે. (અંગ-ઉપાંગ-અંગોપાંગ) વાળને સરખા કરવાને નખને રંગવા તે મોહનું કાર્ય છે. મુનિએ પોતાના દેહને જોઈને પોતાના દેહનો રાગ ન થાય એવું નિમિત્ત પોતાના આત્માને આપવાનું છે તે પછી જગતના જીવોને મોહન થાય એવું નિમિત્ત આપવાનું કઈ રીતે થાય? શાલિભદ્ર એ કેવી કાયા-ગુપ્તિ કરી કે સગી માપણ ઓળખી ના શકી, જ્ઞાનસાર // 179