________________ હતા, તેથી સાધના સંવેગ પ્રધાન બનતી. જીવરક્ષાનો ઉપયોગ આવે તો જ નિર્જરા થાય સાર જયારે અંદર પ્રવેશે તો અંદરના અસારને બહાર કાઢે ને અસાર જો અંદરમાં જાય તો સારને બહાર કાડે, “કતકચૂર્ણ જેમ મેલને દૂર કરી તળિયે બેસાડે છે તેમ જ્ઞાનનો સાર મિથ્યાત્વને બહાર કાઢે છે. બહારથી ઉજળા પણ મનમાં મેલાનું મીઠું વચન પણ નિર્મળ નહી. મિથ્યાત્વ રૂપી ક્ષારવાળુ પાણી પીવાથી ખારૂ નથી લાગતું પણપિાક ફળ જેમ મધુર લાગે છે માટે મનને ચકડોળે ચડાવે છે અને અંદરમાં રહેલા જ્ઞાનના ઘૂઘવાતા સાગરને પીવા દેતો નથી માટે સ્થિરતા થઈ જાય તો જ આગળની બધી ક્રિયાઓ ઘટશે. શરીર મારું, છોકરા મારા, બધાને મારૂં મારૂં કરીને જીવ દરરોજ બધાની સાથે મારામારી જ કરવાનો, વ્યવહારમાં બેઠા છો તો ઓળખાણ આપવાની છે પણ પોતાના ગુણોની ખાણને ભૂલવાની નથી જયારે આત્મા પોતાના આત્મ-બોધવાળો બની જશે તો કલ્યાણ થશે. (1) અહિંસા જગતની માતા છે અહિંસા પરમો ધર્મ શા માટે? (2) એ આનંદની શ્રેણી છે અને (3) સીધી મોક્ષમાં જોડનારી છે માટે અહિંસા પરમો ધર્મપ્રમાદ એ જ મૃત્યુ માટે ભાવમૃત્યુથી બચવું એ આપણા હાથમાં પણ દ્રવ્ય મૃત્યુથી બચવું આપણા હાથમાં નથી. “ભાવ અયોગી કરણ રૂચિ, મુનિવર ગુક્તિ ધરંત, જો ગુણે ન રહી શકે તો સમિતિ એ વિચરત.” માત્ર મમતાનો દોર પર ચઢીને જ મિથ્યાત્વ આવે માટે તેને 18 પાપસ્થાનકોમાં “પાપનો - બાપ' કહ્યો છે. જ્ઞાનથી યુકતને અયોગી બનવાનો ભાવ હોય તે ગુમિને સમિતિનું પાલન કરે. ત્રણે યોગોથી છૂટવાનો ભાવ અને વર્તમાનમાં ત્રણે કરણથી આરાધના કરવાની છે જિન વચન મુજબ ગુપ્તિ બે પ્રકારે (1) ચેષ્ટા નિવૃત્તિ ગુણિ તે કાર્યોત્સર્ગ અને (2) ચેષ્ટા પ્રવૃત્તિ ગુપ્તિ તે સુવું, બેસવું, ઉભા થવું, ચાલવું, વિ.મા પૂંજવા પ્રમાર્જવાનો ઉપયોગ મૂકે જ્ઞાનસાર // 178