________________ કરે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણના લાભ (સંયમલાભ)ના પ્રયોજન યોગાદિ પ્રવૃત્તિ ચાલવું, ઉભા રહેવું, બેસવું, બોલવું વગેરે જેટલી જરૂર હોય તેટલી જ જયણા પૂર્વક કરે મુહપતિ–રજોહરણાદિ પ્રમાર્જનાદિક પૂર્વક કરે તો તે યતના (જયણા) કહેવાય. નિશ્ચયના લક્ષપૂર્વક જરૂરિયાત પૂરતો કરો તો વ્યવહાર નિર્જરાનું કારણ બને. આત્મા માટે આત્મા સહિત સર્વ દ્રવ્ય શેય છે, તેમાં સ્વદ્રવ્ય જ્ઞયમાં ડૂબે તો તે આનંદ પામે બહાર ડૂબે તો દુઃખી થાય. આત્મા પોતાનામાં ડૂબે કયારે? જ્ઞાનરૂપી રત્નદીપક સ્વ પર પ્રકાશક બને - જયોતિ રૂપેબને અસારને આપણે મનમાં સાર રૂપે જે ગ્રહણ કર્યું છે તે મનમાં અસાર રૂપે સે નહીં તો મન સ્થિર થાય નહી, આશ્રવનો અર્થ છે આત્માને બહાર લઈ જાય આત્મામાંથી આપણે બહાર જઈએ એટલે આશ્રવ આવે. સિધ્ધો સ્વમાં પૂર્ણ રમણતા કરે તેથી પરની જરૂર નહી જે પોતાના ગુણોનો ભોગ ન કરે એને પરનો ભોગ ચાલે - ગાદલા - પંખા વિ. નો ઊંધમાં પણ ભોગ ચાલુ જ. ઉંધમાં પણ દેહની રક્ષા, દાગીનાની રક્ષા વિ. ચાલે જ છે. ઉંધમાં પણ પરનું ધ્યાન સતત ચાલુ છે તો જાગતા હો ત્યારે કયાં પહોંચો? સંધની સમક્ષ આશ્રવોનો ત્યાગ કર્યો, મહાવ્રતો પણ ઉચ્ચર્યા છતાં નરક - નિગોદ દુર્ગતિમાં કેમ ગયા? માત્ર વ્યવહારથી જ બધુ કર્યું અંદરમાં કાંઈ જ અડ્યું નહી નિશ્ચય ધર્મ ન કર્યો. આ બધી ક્રિયા જયણાથી કરે તો તેને પાપકર્મનો બંધ ન થાય. ૧લે ગુણસ્થાનકે જીવ આવે ત્યારે જ હવે એને તીવ્રભાવે પાપ કરવું જ ન ગમે સિદ્ધગિરીમાં આવ્યો ને આરાધના કરી પણ પાપ પર અણગમો ન થતો હોય તો તેને સિદ્ધગિરીની સ્પર્શના થઈ જ નથી. દયાની અંદર દ્રવ્ય પ્રાણીની રક્ષાની પ્રધાનતા છે જ્યારે અહિંસામાં ભાવપ્રાણીની રક્ષાની પ્રધાનતા છે અપ્રમત્તનેદ્રવ્ય-હિંસાનું પાપ ન લાગે માત્ર ઈર્યાપથિકિ બંધ થાય. સ્વરૂપ ક્રિયા માત્ર સંભવે પણ હેતુ અને અનુબંધ હિંસા ન હોય) જ્ઞાનસાર || 173