________________ કુરાન વિ. બીજા ધર્મગ્રંથો બીજાને પીડા ન આપવી તે વાતને કહે છે જૈનશાસન કહે છે પોતાના આત્માને પીડા આપવી તે મહાપાપ છે માટે સ્વભાવમાં જ રહેવું પડે. માટે જ મહાત્માઓ ઉપસર્ગમાં પોતાના આત્મામાં સ્થિર રહે છે જો બીજાની દયા કરે તો પોતાની દયાથી ચૂક્યા. તો પ્રશસ્ત દયાના કારણે સ્વ - સ્વભાવમાં રહેવાનું જાય. ગજસુકુમાલે ઉપસર્ગ વખતે સોમિલ -સસરાની ચિંતા નથી કરી પણ પોતાના આત્મ- હિતની ચિંતા કરી છે મારું કાંઈ બળતું નથી અને જે બળી રહ્યું છે તે મારું નથી - તે ભાવ ધારામાં કેવળજ્ઞાન પામ્યા નવપૂર્વના અભ્યાસ પછી જ ભિક્ષુક પ્રતિમાની અનુજ્ઞા મળે છે. ગજસુકુમાલને પરમાત્માએ અનુજ્ઞા દીક્ષાના પ્રથમ દિવસે જ આપી કારણ પરમાત્મા સર્વજ્ઞ હતા ને સામેની વ્યક્તિ વિશિષ્ટ કોટિની હતી. ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ પરમાત્માને પ્રશ્ન કર્યો કે અણગાર જતો હોયને ઉપયોગ ન હોય અને તે ઉભો રહેલો હોય, કે બેઠેલો હોય કે કાંઈ પણ કરતો હોય તો તેને ઈર્યાપથિક કે સાંપરાયિક કયો બંધ લાગે? સાંપરાયિક બંધ પડે જઘન્ય થી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટ અંતઃ કોડાકોડીનો બંધ પડે. પ્રમાદ એ હિંસા છે રાગાદિ ભાવ એ પ્રમાદ છે. માટે હિંસા થાય છે. 0 મુમુક્ષુ કઈ રીતે વર્તવું જેથી પાપ કર્મ ન બંધાય? જયં ચરે, જય ચિટ્ટ, જય ભાસે, જયં સુએ, જયં ભુજતો, ભાસતો, પાવ કમ ન બંધએ II (દશવૈકાલિક) યતના(જયણા)પૂર્વક ચાલે, ઉભો રહે, બોલે કે સુએ, કે ભોજનાદિ કરતો હોય તો મુમુક્ષુ ને પાપ કર્મ ન બંધાય. યતના (જયણા) કોને કહેવાય? મુમુક્ષુ યોગાદિ પ્રવૃત્તિને નિશ્ચયથી હેય માને, જિનના આજ્ઞા પણ ઉત્કૃષ્ટ ગુપ્તિની જ છે. તેથી સામર્થ્ય હોય તો બાહુબલીની જેમ દિક્ષા લેતા ગુપ્તિમાં રહી જાય. પણ તેવું સામર્થ્ય ન હોય તો સમિતિનું પાલન અપવાદે જ્ઞાનસાર // ૧૭ર