________________ ભવિનાં મનમાં “કર્મરાજા' સાથે યુદ્ધ હોય, અભવિમાં યુદ્ધ ન હોય. કેમ કે તે મોક્ષમાં જનાર જ નથી. મોક્ષ તત્ત્વને જ માનતો નથી૯મા રૈવેયકના સુખ માટે અભવિ શાસ્ત્રોનાં આધારે નિર્વિકલ્પ પરમાત્માની આજ્ઞાને દ્રવ્યથી સ્વીકારને દ્રવ્યથી નિરતિચાર ચારિત્ર પાળે કારણ એને શરીરના ને સંસારના સુખની અભિલાષા છે. સાધુએ સ્વભાવમાં આવવું પડે માટે એણે ને પણ સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરવો પડે. પ્રથમ નિચાર દૃષ્ટિથી પડતાં વાર નહી માટે અસ્થિર. ૫મી સ્થિરા દૃષ્ટિમાં આવે પછી એ સ્થિર થશે. આગળ વિકાસ થશે પ્રથમની ચાર દૃષ્ટિ મિત્રા, તારા, બલા, દીત્રા ને પમી ‘સ્થિરા' અને એમાં જે જીવ આવ્યો તેનો અર્ધ પુગલ - પરાવર્ત થી વધારે કાળ સંસાર ભ્રમણ નહીં. સર્વજ્ઞનો વ્યવહાર બધો જ નિશ્ચય માટે હોય (1) સ્વની પીડાથી મુક્ત બનવું ને (2) પર ની પીડામાં નિમિત ન બનવુ આ બે કાર્ય આપણા હાથમાં છે ને કરવાના છે. કેવલીને પણ શરીર હોવાથી ઈર્યાપથિક બંધ થાય છે. કષાયો નથી માટે સાંપરાયિક બંધ ન થાય. કેવલી પૂર્ણ ઉપયોગમાં છે. છતાં પણ શરીર છે તો વાયુકાયાના જીવો એની સાથે અથડાય તો પીડાપામે છે માટે જસિદ્ધ બનવાનું છે. સ્વરૂપને સમજશુ તો જ આરાધના માર્ગસ્થ બનશે. જે આત્મા સમાધિમાં રત છે તે આત્મા જ વાસ્તવિક રીતે સ્થિર છે. પાપના ઉદયને હેય માને છે અને પાપનો પશ્ચાતાપ કરે છે. તે ધર્મધ્યાન છે. (4-5 ગુણ સ્થાનકે આર્તધ્યાન આવી જાય કષાયની પ્રબળતાના કારણે પણ જેવો કષાયનો પરિણામ મંદ થયો તરત જ પશ્ચાતાપ થાય. આવો આત્મા મનની સમાધિમાં રત છે) અને આત્માની સમાધી પાછી અલગ છે. સમ્યગુ દૃષ્ટિ કદી ભર - ઉંઘમાં ન હોય. | "નિશાવિરામે પરિભાવયામિ, ગેહે પલિતે કિમહં સુયામિા ડજઝત મખ્વાણ મુવફખયામિ, જ ધમ્મ રહિઓ દિઅહા ગમામિ ! (વૈરાગ્યશતક) જ્ઞાનસાર // 170