________________ સંબંધી વિચારણા કરવાની જ બંધ થઈ ગઈ અનેકાંત સત્યના પક્ષપાતી બનીને એને સમજવામાં આવે અને સ્વીકારવામાં આવે તો ઘટના આપણા માટે જુદી જ બને. પાંચ આશ્રવો આપણને દૂર વિભાવમાં લઈ જનારા છે આ ભાવો કષાયજન્ય મોહનાં આધારે છે. તે ભાવોથી મુકત બની સ્વસ્વભાવમય બનવા મહાવ્રતો છે. * પાંચ મહાવ્રતોની રક્ષા માટે કરવાની યતના (1) પ્રાણાતિપાતના નિયંત્રણ માટે ચાલવાની યતના મૂકી. ઈર્યાસમિતિ માટે બે પગની યતના 1 લા વ્રત માટે કરવી પડે. (2) મુખનીયતનાઃ જીભ પર નિયંત્રણ લાવવા મૃષાવાદ વિરમણ વ્રત ભાષા સમિતિ (3) બે હાથની યતના અદત્તાદાન વિરમણ વ્રત. (4) પઈન્દ્રિયોની યતના મૈથુન વિરમણ વ્રત (5) સમગ્ર શરીર પ્રથમ પરિગ્રહ છે - પરિગ્રહ વિરમણ વ્રત-શરીર માટે અનેક પરિગ્રહ આવશે આહાર, કપડાં, મકાન, દાગીના, ધન વિગેરે. તમામ આરંભ- સમારંભનું કારણ પરિગ્રહ છે. સરંભ, આરંભ ને સમારંભ ત્રણના કાર્યો પરિગ્રહ માટે ચાલે છે. નિષ્પરિગ્રહી બનવા શરીરની મૂચ્છ છોડવી જ પડે. શ્રવ’ - ઝરવું, આ - આત્મા - આત્માની અંદર કર્મો રૂપી કચરાનું આવવું તે આશ્રવ. આત્મામાં કર્મોનું ઝરવું - આશ્રવ. ધર્મની રુચિ થવી એ સમ્ય દર્શન છે. “સર્વે જીવાનહન્તવ્યો સર્વેમાં આપણે પણ આવી ગયા. શુધ્ધ કોને કહેવાય?—જે આત્મા સર્વજ્ઞએ જે પ્રમાણે જગત સ્વરૂપ કહ્યું અર્થાત્ તે પ્રમાણે જ વ્યકિત–વસ્તુ કે વાતાવરણને યથાર્થ રીતે જુએ–જાણે અને હેય-ઉપાદેય રૂપે સ્વીકારી અને તે પ્રમાણે ઔચિત્ય વ્યવહાર નિરાકુળ બનીને કરે. જેથી મન શાંત-સ્થિર અને સમત્વને અનુભવે છે. ત્યારે તે શુધ્ધ જ્ઞાનસાર || 168