________________ સ્વભાવઢપે આંશિક થયો કહેવાય. જે સત્યનો સ્વીકાર કરે તે જ સાચો સંત છે. સંત બનવાની પહેલી ભૂમિકા જ એ છે કે સર્વજ્ઞની વાતનો નિર્વિકલ્પ સ્વીકાર કરો. શ્રાવકો માટે પણ “મહજિણાણે આણં' ત્યાંથી દેશવિરતિની શરૂઆત અને સાધુઓ માટે સર્વવિરતિ ધર્મની સાધનાની શરૂઆત ધમ્મો મંગલ'થી થાય છે. (કોઈ જીવને પીડા ન અપાય, કિલામણા ન કરાય (ભમરો આવિઅઈ રસ) ભમરાની જેમ પુષ્પમાંથી થોડો થોડો રસ પીએ. ફૂલને જરાય કિલામણા ન થાય. સૌ પ્રથમ તો પોતાને પીડા ન આપવી તો જ “સ્વ” માંથી સર્વમાં જવાશે. મોહનો વિલય સંપૂર્ણપણે થશે ત્યારે યથાખ્યાત - ચારિત્ર આવશે. પઢમં હવઈ મંગલ' બોલતા મંગલ' બોલતા મંગલ' એટલે પાપનો અભાવ સિદ્ધ અવસ્થામાં છે, ત્યાં કર્મનો-પાપનો બંધ-સત્તા-ઉદય નથી એ યાદ આવવુ જોઈએ. પાપનું કારણ કર્મનો સંયોગ-કાયાનો સંયોગ છે. માટે જ બંધક મુનિએ મારાઓને કહ્યું કે તમને કષ્ટ ન થાય તેમ ઉભો રહું. આપણે તો માત્ર ધર્મના વેશમાં, ધર્મનાં ક્ષેત્રમાં, ધર્મના ઉપકરણમાં છીએ પણ ધર્મના સ્વભાવ અને સ્વરૂપમાં નથી. “કિલામણા' શબ્દથી તમામ ધર્મોની રુચિ કહો કે લક્ષણ કહોકોઈને પીડા ન અપાય તે જ છે. ધર્મ તે ઉત્કૃષ્ટ મંગલ છે એ કયારે બને? અહિંસા - સંયમને તપ દ્વારા. (1) દ્રવ્ય પ્રાણોની રક્ષા કરવી આવો પરિણામ અભવ્યમાં આવે એના દ્વારા જોરદાર શાતા બંધાય. દ્રવ્યથીદ્રવ્યનો લાભ થયો. આત્માને શાંતિ, સમાધિ, સંતોષનો લાભ ન થાય. એણે દ્રવ્ય અહિંસાનું પાલન કર્યુ. છતાં અનુબંધ હિંસાનો જ પડે, પાપનો પડે ને બંધ પુણ્યનો થાય. બહાર શાતા ને અંદર અસમાધિ તો ભાવિમાં અશાતા મળશે. મિથ્યાત્વ રોગ નહી જાય ત્યાં સુધી એને ગમે તેવા મનોરથો થતાં વાર નહી લાગે. માટે મનમાં જો “સમકિત' રૂપ રત્ન દીપકની સ્થાપના થઈ તો સ્થિરતા થઈ જાય. મહર્ષિએ અહી એ પણ કહ્યું કે ઘાસતેલના દીપકમાંથી મેશ જ નીકળશે - એ મિથ્યાત્વ છે. રત્ન - દીપકમાં વિકલ્પોના ધૂમાડા નહી નીકળે ને સ્થિરતા પ્રાપ્ત થશે. જ્ઞાનસાર || 19