________________ દૃષ્ટિ ન કરે, સાધુની નજર ધનવાનના ધન તરફ થઈ તો તે સાધુ ભિખારી જ છે. ધનવાન પ્રત્યે સાધુની કરુણા દૃષ્ટિ જ હોય દ્રવ્ય તરીકે જીવ ઉપાદેય છે પુદ્ગલ તો પર જ છે એના તમામ પર્યાયો પણ હેય જ છે. ચેતન તો દેખાય નહીં, દેખાય તે ચેતન નહીં, રોષ–તોષ કીનું કરે, આપે આપ બુઝાય” પરમાત્માએ બાર પર્ષદામાં પુણિયા શ્રાવકની પ્રશંસા કરી. જે ધન એની પાસે હતું તે શ્રેણિક પાસે પણ ન હતું. પર ધન છોડી એણે સમતાધન પ્રાપ્ત કર્યુ હતું. સુલસા ભલે સ્ત્રી-પર્યાયમાંહતાંને સંસારી હતાં છતાં પરમાત્માએ એને ધર્મલાભ” મોકલ્યા, કારણ કે પોતાની સમાન થવાના છે ભાવિ તીર્થકરનો આત્મા છે. વર્તમાનમાં નિર્મળ શીલ સમકિતથી રંગાયેલો છે. - સાધુ રાગ દ્વેષ ન કરે તો તેના આત્મામાં મોહ શમી જશે. છઠ્ઠા ગુણ સ્થાનકે ચઢેલો આત્માસ્વગુણોની રક્ષા કરે તો ૭મે જાય અને ત્યાં સ્થિર થયો તો શ્રેણિ માંડે. પાંચમે ગુણસ્થાનકે શ્રેણી પર ચઢવું દુર્લભ કારણ કે એ ત્યાં દેશથી છે સર્વથી નથી. અને દુવિહં - તિવિહેણમાં મન છે માટે ભવિષ્યના વિચારો ઉભા રહે છે ને સાધુએ બધું જ છોડ્યું માટે ભાવધારા ચાલે તો આગળ વધી શકે છે. સાધન-સામગ્રી બરાબર હોય તો પૂર્ણતાને પણ પ્રાપ્ત કરી લે. આચારઃ એટલે આ આત્મામાં ચાર - ચરવું અને વિચાર -મનથી વિપરીત ચરવું અથવા વિશિષ્ટ ચરવું તે પરથી હટીને આત્મા જરાક અંદરમાં ડોકીયું કરે તો હું કોણ? કોની સાથે ? ક્યાં? વિ. વિચારો આવે. સંકલ્પ - એકવાર વિચાર આવે તે અને વિકલ્પ - વારંવાર આવે છે. અશુભ સંકલ્પ - વિકલ્પને શુભ સંકલ્પમાં પરાવર્તન કરવા જ્ઞાનીઓએ પણિધાનનો વ્યવહાર મૂકયો છે. ઔદયિક ભાવના પતિને ભેટવા જવાની ઈચ્છા - સંકલ્પ - વિકલ્પ રૂપ પરમાં જવાની વાત ને હવે ક્ષાયિક ભાવના પતિને જિનને ભેટવા જવાના ભાવમાં ૭મે ગુણસ્થાનકે પરાવર્તન કરીને હવે પરમાત્માને મળવાનો ભાવ જ્ઞાનસાર // 166