________________ માટે સાવધાન ન રહે તો પ્રદેશોદય રસોદયમાં ફેરવાઈ જાય ને સમ્યક્તના પરિણામથી પડી જાય. માટે જીવાદિ નવ તત્ત્વને જે જાણે તેને જ સમયકત્વ ઘટે. ઓઘથી જે જાણે તેને ખસતા વાર ન લાગે. સ્વરૂપની સ્થિરતા વિના સ્વભાવમાં રહેવાય નહી કારણ વર્તમાનમાં સ્વરૂપ પૂર્ણતયા ઢંકાયેલું છે ને સ્વભાવ ક્ષયોપશમ ભાવે પ્રગટ છે યોગમાં પર સાથે રહેવાનું છે તેનું ભાન ન હોય તો કઈ રીતે રહી શકાય? ધર્મક્રિયામાં યોગનો ઉપયોગ ન આવ્યો, હેય માનીને જે કરવાનું હતું તે રીતે કાર્ય કર્યું. અર્થાત્ નિશ્ચયથી યોગને હેય માની વ્યવહારમાં તે આત્માના પરિણામ પ્રગટાવવા પૂરતા ઉપાદેય માની યોગમાં અપ્રમત્તભાવે રહીને ધર્મક્રિયા કરવાની હતી તે નકરી. માટે ધર્મક્રિયા મોક્ષયોગ રૂપ ન બની. મહોપાધ્યાયજીએ નિશ્ચય દૃષ્ટિ ધરી કરી લખ્યું છે પણ આપણે નિશ્ચયને જ ઉડાડી દીધો તો મોક્ષયોગ બને કઈ રીતે? પછી એ સંસારયોગ જ બને. સામાયિક વિધિપૂર્વક ઉચ્ચારવું એ કારણ હતું પણ આપણે એને સાધ્ય માની લીધું અને પાછુ આટલી બધી સંખ્યામાં સામાયિક થઈ એમ માન્યું અને ખોટી રીત થઈ. જે ધર્મ કરે અને ધર્મને અનુભવી શકે તે આત્મા મોક્ષયોગને સાધી શકે. જ્ઞાનથી પરમાં પરનો આરોપ કરવાનો છે પછી વીર્યપરથી છૂટું પડે અને સ્વ” માં જોડાય ત્યારે આત્માનો અનુભવ થાય. પછી તે વખતે ગમે તેવા સમાચાર મળે તો પણ સામાયિક કે પૌષધ પારી ન લે. કોઈપણ પ્રકારના વિકલ્પોમાં મન ન ચડે, તો જ આત્મા સામાયિક પરિણામમાં જણાય. નહિંતોનપારવા છતાં આત્મા પાસે નહી રહે પણ અંદરમાં તો આત્મા પરિણામથી પડી ગયેલો હશે. અર્થાત્ પર સ્વજનાદિના વિકલ્પોમાં ચડેપરને પર તરીકે માન્યું પણ એનાથી જુદા થવાનો ભાવ થયો તો ૪થું ગુણઠાણ અને અમુક કાળ સુધી એને છોડી જ દો તો પામે ગુણઠાણે દેશવિરતિ, તેટલો કાળ તે સ્વજનાદિનો વિચાર ન કરે. યોગી સમૂહમાં રહેતોપણ રાગ-દ્વેષ નથાય. કારણ બધાને પર માન્યા છે, ને એ અરણ્યમાં રહે તો પણ એને કાંઈ વાધો નથી કારણ એ સ્વદ્રવ્ય ક્ષેત્ર જ્ઞાનસાર // 164