________________ વિહ્વળ કરે તો મોટી વસ્તુ તો તારા મનને અસ્થિર કરી દે તેમાં આશ્ચર્ય શું? મન-વચન-કાયાની સ્થિરતા આત્મામાં થઈ જાય છે તે આત્માને વન, જંગલ, સ્મશાન, ગામ બધું સમાન થઈ પડે છે. તેવો સામ્યભાવ જેનામાં આવી ગયો છે તે યોગી છે. યોગી કોને કહેવાય? યોગમાં જે ઉપયોગ રાખે તેને યોગી કહેવાય. અને યોગથી પર થવાના પ્રયત્નવાળો હોય અને સ્વગુણોને ભોગવવાનો જ એક લક્ષ હોય. યોગ એ બંધન છે માટે યોગના બંધનથી છુટવા માટેના ઉપયોગમાં જેઓ રહેનાર છે તે જ વાસ્તવિક યોગી છે, તેનો જ યોગ વાસ્તવિક ધર્મયોગ બને છે. મોક્ષની સાથે જે જોડે તે યોગ પોતે હમણા જે કર્મોનાં બંધનમાં જકડાયેલો છે તેનાથી છૂટવાનો પરિણામ તે યોગ. તે પ્રમાણે પુરુષાર્થ જે કરે તેઓને જ મુનીશ્વર કહ્યાં છે. તેઓ જગતને જુએ, જાણે અને સ્વીકારે છે અને હવે આત્માને તત્ત્વમય બનાવી આનંદને પરિણાવે છે તે મુનિ છે. જીવ અને અજીવમય જગતને જુએ ને તેમાંથી તે છુટવા માંગે છે. તે શમ-શીલા છે જ્ઞાન-દર્શન-ચારિત્રને તપ બધા જ સ્વભાવ રૂપ શીલા છે તેનાદ્રવ્યશીલ અને ભાવશીલ એ બે ભેદ પડે છે. વિષયોનું સેવન ન કરવું તે દ્રવ્યશીલ અને આત્મગુણોની રક્ષા કરવી અર્થાત્ આત્મા ગુણોને ભોગવવા તે ભાવશીલ. સર્વજ્ઞની દૃષ્ટિમાં જગત જેવું છે તેવું સ્વીકારવું અને “સ્વ” માં જ રહેવાનું છે. દીક્ષા લે ત્યારથી આ જ કરવાનું છે. દીદીયતે દાન આપે છે. આત્માને આત્મગુણોનું સતત દાન) લીલીયતે - ક્ષય કરે છે (કર્મોનો ક્ષય). પ્રથમ દ્રવ્યદાન આપે છે અને પછી કર્મોને - કષાયને બધાને છોડે છે એ ભાવદાન છે. જયાં સુધી સંપૂર્ણ સ્વભાવમય ન બને ત્યાં સુધી એણે ભાવદાન કરવાનું છે. “ભાવદાન વિના સ્વભાવ પ્રગટ ન થાય” સ્વભાવને પ્રગટ કરવા માટે એણે સદા શુદ્ધ ભાવમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે, તો જ નિર્જરા થશે. શુભ ભાવમાં તો ફરી કર્મ બંધાશે. જયારે આત્મામાં સ્વ દ્રવ્યનો નિશ્ચય જ્ઞાનસાર (12