________________ મિથ્યાત્વી ને દીર્ઘકાલિકી' (સંશિ પંચેન્દ્રિય) સંજ્ઞા વાળા કહયા. તેઓ શરીર સંબંધી, વર્તમાન અને પરલોકસંબંધી હિતની ચિંતા કરશે. મિથ્યાત્વ એ રોગ છે તેને દૂર કરવા માટે ધર્મ-ક્રિયારૂપ ઔષધ લેવાનું છે. વિકલેન્દ્રિય જીવોને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય - કીડી - સાકરની ગંધ આવી તો ખાવા દોડશે. પણ હું મરી જઈશ-ચગદાઈ જઈશ એવો વિચાર આવતો નથી. જીવે પોતાના ગુણોના જ કર્તા-ભોક્તા બનવા આત્મવીર્યને તેમાં જ છે તો જ જીવ આત્મ ગુણોનો જ કર્તા-ભોક્તા છે તો જ ગુણોનો અનુભવ થશે. મોહ ઉદયમાં આવે ત્યારે તેને નિષ્ફળ બનાવવા આત્મવીર્યને દોષો તરફ ન વાળતાં આત્મગુણોમાં લઈ જવાથી મોતનો સ્વિકાર ન કરવાથી તે ખરી પડે તેથી સ્વભાવને નુકશાન કરી શકે નહિ. જો આત્મવીર્ય મોહમાં ભળ્યું તો વિકલ્પોરૂપી તરંગના વમળો - આત્મામાં સર્યા વિના નહી રહે. અર્થાત્ આત્માસ્વભાવે શાંત હોવા છતાં તે અસ્થિર બનશે. જયારે પરમાત્માના માર્ગનું અર્થપણું જાગશે તો જ તે માર્ગ પર ચાલતાં અપૂર્વ ઉલ્લાસ આવશે અને તો જ તે અપૂર્વકરણ - અનિવૃત્તિકરણ સૂમ સંપરાય (કષાય) કીટીરૂપે અર્થાત્ અત્યંત સૂક્ષ્મ રૂપે અને 12 મે ક્ષીણ મોહ શ્રેણિને સર કરી કેવલજ્ઞાનને પામશે. * સમ્યકત્વની નિર્મળતા માટે આત્મ દ્રવ્યની ચાર સ્વરૂપે વિચારણા ધર્મક્રિયા રૂપ ઔષધ મિથ્યાત્વ રોગને હરે છે. આપણે અત્યારે સમ્યકત્વ માં છીએ. મિથ્યાત્વમાં તો નથી ને? તે માટે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વ-ભાવથી આત્માની વિચારણા કરવાની છે. (1) સ્વદ્રવ્ય એ શું? એ પહેલો ઉપયોગ આવવો જોઈએ. હું જીવ દ્રવ્ય રૂપે છું અજીવ દ્રવ્ય રૂપે નથી અને હું પુદ્ગલ દ્રવ્ય પણ નથી. અજીવમાં પુદ્ગલ દ્રવ્ય આવી જ ગયું ને તો પછી પુદ્ગલ દ્રવ્ય નથી એમ શા માટે કહ્યું? એટલા જ્ઞાનસાર // 160