________________ (2) સ્વભાવઃ શેયના જ્ઞાતા બનવું એ સાધુનો સ્વભાવ છે. ઈષ્ટ - અનિષ્ટ વિ. રાગાદિ ભાવો આત્માને મારી નાંખે છે. તડકો આવ્યો હટવાનું મન થયુ તો સમતા ગઈ. તું જીવદ્રવ્ય છે ને એ પુદ્ગલ દ્રવ્ય છે. માત્ર આટલું જાણવાનું છે પણ આપણે તડકામાં બેસાય નહી એવો નિર્ણય અનાદિનો થયેલો છે માટે હવે એને ફેરવવાનો છે. સમાધિ મહત્ત્વની છે. સમાધિ ટકે તે પ્રમાણે પ્રતિકુળતા સ્વીકારવાનો અભ્યાસ પાડવાનો છે. તો એ શુધ્ધ આત્મધર્મ બને. ક્રિયા એટલે શું? આત્મવીર્યને પુદ્ગલરૂપ મન, વચન, કાયા સાથે જોડવું તે યોગ, તે યોગને પ્રવૃત્તિરૂપે પ્રવર્તાવવા તેનું નામ ક્રિયા છે. તે આત્મવીર્યને જ્ઞાન ગુણોમાં પ્રર્વતાવવું. તે ઉપયોગ અને સમતા, આનંદ ગુણને અનુભવામાં પ્રર્વતાવું તે ચારિત્ર, તપ. ક્રિયા યોગમાં રહેવા છતાં ક્રિયાના ઉપયોગથી છૂટી, સ્વરૂપ - સ્વભાવમાં રમવું. ધર્મી આત્માઓને ફસાવવાનું કામ મોહરાજાનું, હવે ધર્મના વચન દ્વારા જ ફસાવશે. ઉદા. ન્યાય સંપન્ન વૈભવ રાખવામાં વાંધો નહી એમ મનને મનાવીને ધનની ઈચ્છા એ જ પાપ છે એ ભૂલાવે છે. સાધુએદ્રવ્યાનુયોગ રૂપતત્ત્વગુફામાંવિશેષથી રહેવાનું છે અને ચેતનને જગાવવાનો છે. પંચાસ્તિકાયનું વિશેષથી સ્વરૂપદ્રવ્યાનુયોગમાં જણાવ્યું છે. મિથ્યાત્વની હાજરી મનમાં છે. મનની ગતિ તીવ્ર છે મિથ્યાત્વને રહેવાનું સ્થાન “મન” છે. સમ્યકત્વ ગુણ તો પડેલો છે. સમ્યકત્વ લાવવાનું નથી. પ્રગટાવવાનું છે. તેનું સાધન પણ મન છે. " મિચ્છુ પરિહરહ'મિથ્યાત્વને કાઢવાનું છે પછી સમક્તિ પ્રગટ થવાનું જ છે. સમકિતીનું મન સદા મોક્ષમાં જ હોય સમકિતના કારણે, મનની તીવ્ર ગતિ દ્વારા તે મોક્ષમાં પહોંચી શકે છે.મિથ્યાત્વ મનની તીવ્ર ગતિ દ્વારા આત્માને 7 મી નરકે લઈ જઈ શકે છે સમકિત પર માંથી સ્વઘરમાં લઈ જશે અને મિથ્યાત્વ પર ઘર દ્વારા નરકમાં લઈ જશે. સમકિતને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય, તેમાં આત્માના હિતની વિચારણા મુખ્ય છે. જ્ઞાનસાર // 159