________________ માટે કહ્યું કે પુલવાળો છું એવી ભ્રાંતિ થઈ ચૂકી છે પણ વાસ્તવમાં હું પુદ્ગલ દ્રવ્ય નથી એ વિચારણા સર્વજ્ઞ પ્રમાણે થઈ તો પ્રથમ આસ્તિક્ય આવ્યું. (2) સ્વક્ષેત્ર શું છે? હું સ્વ-ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છું, અરૂપી દ્રવ્ય છું. વર્તમાનમાં આપણે પરક્ષેત્રમાં રહયા છીએ તેથી પરનો જ બધો ઉપયોગ આવે છે. મારા તમામ પ્રદેશો અક્ષય છે. અરૂપી છે અગુરુલઘુ અને અવ્યાબાધ સ્વરૂપવાળો છું. આપણે આપણામાં જાગતા નથી માટે મોહ આસાનીથી પ્રવેશ કરી શકે છે. નહી તો મોહની તાકાત નથી કે અંદર પ્રવેશ કરી શકે. પોતાના અસ્તિત્વની ઢચિ થઈ જાય તો મરણાદિ ભય નીકળી જાય અને સ્વની પ્રતિતિ રૂપે થાય કે હું અસંખ્ય પ્રદેશી છું. અખંડ છું, અક્ષય છું કોઈપણ શસ્ત્રથી તેનું છેદન-ભેદન થઈ શકે એમ નથી. હું અદાહ્ય, અધ, અભેદ્ય છું. જે પીડા છે તે પુલને કારણે છે. આત્મામાં પીડા નથી. જો આ અરૂપી ક્ષેત્રની ઢચિ થઈ જાય તો ભય અંતરમાં પ્રવેશી ન શકે. માટે યોગીઓ જંગલમાં વિકરાળ પ્રાણીઓ વચ્ચે નિર્ભય થઈ કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહી જાય છે. અરૂપી ભાવપકડયો તો ભય ટળ્યો. સ્વરૂપનું જ્ઞાન નથી માટે ભયની ભૂતાવળ સતાવે છે. સ્વરૂપનો નિર્ણય થઈ જાય તો આત્મનિર્ભય થઈ જાય છે. (3) સ્વકાળ શેયમાં થતું જ્ઞાન પરિવર્તનશીલ. કેમ કે તે સમયે સમયે પર્યાય સ્વરૂપે બદલાયા કરે છે. પર્યાય હંમેશા પરિવર્તનશીલ હોય છે અને દ્રવ્ય હંમેશા શાશ્વત હોય છે. પાણીથી ભરેલો ઘડો હતો ત્યારે ઘડા તરીકેનું જ્ઞાન થયું. કોઈએ ઘડાને પથ્થર માર્યોને તે તૂટી ગયો તો આપણા જ્ઞાનમાં તે ઠીકરા તરીકે આવ્યો. ઉપયોગ પર્યાયના પરિવર્તનમાં મોહના કારણે આપણા પરિણામ બદલાયા કરે છે. આપણે સમતા સ્વભાવમાં નથી રહી શકતા કારણ પર અનુયાયી વીર્ય બનેલું છે. જેમ જેમ કાળ બદલાયો તેમ તેમ પર્યાયો બદલાયા, તેમ તેમ જ્ઞાન પણ બદલાયું. આ અસ્થિરતા આવી. સામાયિક લીધી ને પારી પણ જે ભેદ પકડવો જોઈએ તે ન પકડાયો. તારું અસ્તિત્વ છે તેનાથી ધ્રુવપણું લેવાનું. કાળ બદલાય છે તેમ તું બદલાય છે પણ તારું અસ્તિત્વ તો સદાયે છે. તો તું શા માટે મંગાય છે? ઘડો નાશ પામ્યો, આટલી નાની વસ્તુ પણ મનને જ્ઞાનસાર // 11