________________ કાળ-ભાવમાં રહે છે. અંદર - બહાર બધુ જ સમાન છે માટે વિષમ ભાવ આવતો નથી. રાત-દિવસ પણ સમાન અને રાગ-દ્વેષના ભાવ પણ આવતાં નથી માટે તે યોગી કહેવાય છે. તે સમતાના ભાવમાં રહી શકે. ગાથા - 6 ધૈર્યરત્ન પ્રદીપક્ષેદ્ - દીu: સંત કલ્પદીપડા તદ્ વિકલ્ચરલ ધૂમ, રસંધૂમૈસ્તથાશ્રવેઃ II ગાથાર્થ જો સ્થિરતા રૂપ રત્નનો દીવો સદા દેદીપ્યમાન છે તો સંકલ્પ રૂપ દીપથી ઉત્પન્ન થયેલા વિકલ્પરૂપ ધુમાડાનું તથા અત્યંત મલિન પ્રાણાતિપાતાદિ આશ્રવોનું શું કામ? સ્થિરતારૂપી રત્ન દેદીપ્યમાન થાય છે ત્યારે સંકલ્પરૂપી પ્રકોપ થતો નથી, વિકલ્પો ઉત્પન્ન થતા નથી. ચેતન રૂપી રત્ન જાગતો રહે કયારે? તત્ત્વરૂપી દીપક પ્રગટે ત્યારે મિથ્યાત્વ નાશ પામે ત્યારે ચેતનાને પોતાના પતિ ચેતનના દર્શન થાય પછી એ બીજા સન્મુખ થતી નથી. રત્નનો દીપક નિર્મળ છે માટે ત્યાં મલિનતા નથી પણ ઘાસતેલનો દીવો પ્રકાશ તો કરે છે પણ ધૂમાડા આંખોને અને મેશ શરીરને ખરાબ કરે છે. મિથ્યાત્વને કષાયરૂપી તેલના કારણે અશુભ વિચારો રૂપી ધુમાડો અને કલેશ - કલુષિત ભાવો થાય છે. પૂનમની રાત્રે પૂર્ણ ચંદ્ર ને વાદળાવિનાનું વાતાવરણ હોય તો યોગીને શીતલતા અને આનંદની અનુભૂતિ થાય છે. આખી રાત સ્વાધ્યાયમાં વીતાવે છે. મિથ્યાત્વની હાનિથી જ્ઞાન સ્વચ્છ બને અને કષાયોની હાનિથી (સમતારૂપે) આનંદ પ્રગટે છે. ૪થા થી છઠ્ઠા ગુણ સ્થાનક સુધી ભેદ સમાધિ અને ૭મા ગુણ સ્થાનકથી અભેદ સમાધિની પ્રાપ્તિ થાય છે. અહી સંકલ્પ-વિકલ્પ બંધ થવાની શરૂઆત થાય છે. સંસારનો વ્યવહાર ચલાવવા માટે ધનની જરૂર પણ સંસારમાં સુખી થવા ધનની જરૂર નહીં. જેમ પરનારી પ્રત્યે દૃષ્ટિ ન કરાય તેમ સાધુ ધન ધનાદિ તરફ રાગ જ્ઞાનસાર || 15