________________ ચાર અવસ્થા નથી. બાહ્ય ભાવમાં ઉદાસી અને સ્વમાં આનંદ - આ બે સાધુને સાધનાના ફળ સ્વરૂપે છે. (પૂ. હીરસૂરિ મ.સાના મુખમાંથી બહારના વાતાવરણની વિકથા કદી નીકળી નથી. હાથમાં કાયમ આગમનાં પાના રહેતા. છાપા વિ. ને કદી અડતા નહી. ઓછામાં ઓછું એકાશન તપ (2) છાપા - ચોપાનીયા કદી વાંચવા નહી - હાથ પણ ન લગાડવો.) આગમમાં શું નથી કે બીજું બહારનું જોઈએ. વર્તમાનમાં શ્રાવકોને પમાડવાની વાત આવી ત્યારથી આગમ છૂટયા ને છાપા આવ્યા. કાચા સાધુ અને કાચા શ્રાવકોને કારણે શાસનને નુકશાન થયું છે. “આતમ જ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા સુગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહી હોય...” સાધુને સ્વ આત્મપ્રદેશ રૂપ સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થવાનું છે એ નહી સમજાય તો અહીં પણ ક્ષેત્ર સાચવવામાં પડશે. નાનાથી મોટા સુધીના તમામ સાધુએમાં લાગી જશે પછી શાસનનું ગમે તે થાય. સંસારની પ્રવૃત્તિ અહીંથવાનું કારણ અંદરની વૃત્તિ ફરી નથી. સંસારમાં પેઢી સાચવવાની અહીં પણ એ જ આવશે. કુળ - વિચ્છેદન થાય માટે પુત્રની ઈચ્છા તેમ અહીં શિષ્યની ઈચ્છા થશે. (1) દ્રવ્યઃ સ્વદ્રવ્યથી હું પાંચ દ્રવ્યમાંનો એક જીવ દ્રવ્ય છુંએ નિર્ણય કરવાનો છે. કારણ - શરીર અજીવ તરીકેનો નિર્ણય તો થયેલો જ છે. આ નિર્ણય નહી કરે તો દીક્ષા લઈને પણ અહીં ધમાલ જ થશે. “સમકિત દોરી, શીલ લંગોટી - ધુલધુલ ગાંઠ ધુલાવું તત્ત્વ ગામે દિપક જલાઊં, ચેતન રત્ન જગાઉ " સમક્તિની દોરી 67 ગાંઠવાળી છે. ચારિત્રશીલરૂપલંગોટી અને . તત્ત્વરૂપી ગુફામાં મારો જ્ઞાનરૂપી દિપક જલતો રાખું છું ને ચેતન રત્નને જગાવું છું. તત્ત્વનો નિર્ણય કર્યા વિના આવ્યા ને આવ્યા પછી પણ આ નિર્ણય સાધુ કરતો નથી માટે ઓચ્છવ-મહોચ્છવનાં માહોલની જરૂર પડે. જ્ઞાનસાર || 158