________________ શાસન. જ્ઞાનનો પરિણામ અંદર જાય તો સમતા - બહારમાં જાય તો કષાય રાગદ્વેષ/મોહથી વિરામ પામવું તે જ વિરતિ છે. વિરતિને સમતામાં કોઈ ફેર નથી. જ્ઞાનનો સાર સમતા છે જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ સમતા વધતી જાય છે. મુનિ અને સમતા એબેવચ્ચે કોઈ ભેદ નથી. મુનિએ સામાયિકનો સ્વીકાર કર્યો છે, ગુસ્સો આવી જાય તો પણ એના પરિણામમાં સમતા ચાલી ન ગઈ હોય. સાધુપણું આત્મગુણોની અનુભૂતિ માટે જ છે. માત્ર બાહ્ય ક્રિયા માટે નથી. મુમુક્ષુ આત્માને સ્વરૂપ નિર્ણય કરાવવો જોઈએ એ રીતે થતું નથી. છ કાયની વિરાધનાથી બચી જશો. દુર્ગતિથી બચી જશો એવર્તમાનમાં બતાવવામાં આવે છે. પણ ખરી રીતે મોક્ષનું / આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું નથી. માટે જ મુનિએ સમતા ને આનંદના ધામ રૂપ ભાવતીર્થ બનવાનું હતું તે બની સાધુને પોતાની પ્રતિજ્ઞા જે છે એ દરરોજ યાદ આવે તો બહારનો કોઈપણ વ્યવહાર કોઈપણ દિશામાં પ્રવેશી શકે નહી. જો આવું થાય તો વર્તમાનમાં ૪થો આરો પ્રવર્તેને શ્રાવકને પણ ૪થા ગુણ સ્થાનકે આવવા માટે જ્ઞાન ૩પ્રકારે છે. (1) વિષય પ્રતિભાસ જ્ઞાન - મિથ્યાત્વી ને ઘટે (ર) આત્મપરિણતિવત્ જ્ઞાન - સમ્યગ્દષ્ટિને ઘટે (3) તત્ત્વ સંવેદન જ્ઞાન - સાધુને ઘટે પહેલા સેવા કરો ને પછી ભણવાની વાત મૂકી છે. મૂળ ભણવાની રીત આ છે. સાધુ નિગ્રંથ છે તો શાસન સેવા માટે શ્રાવકો પાછી પાની પણ નહિ કરે. મુનિએ દ્રવ્યાદિ ૪થી અતીત અવસ્થામાં જવાનું છે. કારણ મોક્ષમાં આ જ્ઞાનસાર // 157