________________ લીધુ તો તરત 7 મા ગુણ સ્થાનકે આવ્યા અને એની ખાત્રી તરીકે 4 થું મન:પર્યવજ્ઞાન થયું. વિકાસ થઈ ગયો. સર્વજ્ઞ એ આખો વાસ્તવિક માર્ગ બતાવ્યો છે માટે તો સાધુ આચાર્ય બનીને શિષ્ય સમુહને પ્રાપ્ત કરી ગચ્છ બનાવે પણ છેલ્લે એને પણ છોડીને અસંગ જ બનવાનું છે પછી સર્વછોડીને આત્મામાં જ લીન બનવાનું છે. ઢચિ આવે ત્યારથી જ નિઃસંગ દશા થવારૂપ ભાવ શરૂ થાય પ્રીતિ આવે એનિઃસંગ દશા રૂપ બનવા માટેનો પાયો છે. પ્રીતિ અનાદિથી જડ સાથે જોડાયેલી છે એને છોડીને પરમાત્મા સાથે પ્રીતિ જોડવાની છે. અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં જવાનું છે પછી ભક્તિયોગ સાધવાનો છે ને ભક્તિ ભોગ માંગે છે. પત્ની પ્રત્યે પ્રીતિ છે તો એની માટે કિંમતી દાગીના વિગેરે લાવો છો ને? તેમ ભક્તિ યોગરૂપે પરમાત્માને નૈવધ ચડાવવા રૂપ ભોગ ચડાવવાનો છે. જે ભોગ ચડાવાય છે તેના ત્યાગની પ્રતિજ્ઞા કરવાથી, નિજ પ્રભુને ગુણનો ભોગ ચડાવાયો કહેવાય છે. જેના પર ભક્તિ હોય તેના વચન સ્વીકારે તેમ અહીં પરમાત્મા પ્રત્યે ભક્તિ આવે તો એનું વચન સ્વીકાર્ય બને. વચનનો સ્વીકાર એટલે ચારિત્ર રૂપ ક્રિયા યોગ. કાયાના યોગમાં જો જ્ઞાનનભળ્યુતો એ દેહનુકષ્ટ એ દ્રવ્ય ક્રિયા બની. અકામનિર્જરાને પુણ્ય બંધનું કારણ પણ સકામનિર્જરાન થઈ. ઉપયોગ પૂર્વકની ક્રિયા જ સકામ નિર્જરાનું કારણ બને, એમ “અધ્યાત્મસાર” માં કહ્યું પ્રતિક્રમણની મૂળ ક્રિયાની શરૂઆત “દેવસિય પ્રતિક્રમણ ઠાઉ?” દુઐિતિય, દુમ્ભાસિય, દુચ્ચિી મિચ્છામિ દુક્કડું (સ્થાપના કરું છું) જો સ્વ પરમાત્માના વિરુદ્ધ મનથી દુષ્ટ ચિંતન, વચનથી દુષ્ટ બોલાયું ને કાયાથી દુષ્ટ પ્રવૃત્તિ કરી. આ ઉપયોગ હવે આખા દિવસમાં મેં કયાં કયાં આવું કર્યું? એમ પોતાનું જીવન તપાસે. પહેલા સામાન્યથી બતાવે પછી પંચાચારની 8 ગાથામાં ને પછી વંદિતા સૂત્રમાં પણ આપણને પાપની યાદ અપાવવામાં આવી પણ ઉપયોગ કયાં હોય છે? જ્ઞાનસાર // 155