________________ ભોગવવી એ આપણું સાધ્ય છે. સાધ્યની સ્થિરતા થાય તો મગ્નતા આવે, એને કારણે પૂર્ણતા આવે છે. જેયોગ આત્માને મોક્ષ સાથે જોડતો નથી તે વાસ્તવિક સંસારયોગ છે. ધર્મક્રિયાયોગ ભવરોગ દૂર કરવાનું સમર્થઔષધ છે, પણ એનુ સેવન બરાબર ન થાય તો રોગ દૂર નહીં થાય. આત્મા મિથ્યાત્વ ભાવથી જેટલે અંશે છૂટે તેટલી તેની જ્ઞાન દૃષ્ટિ/ વિકાસ પામે. 1 થી 4 ગુણ સુધી જ્ઞાન (દષ્ટિ) પ્રધાન છે. અને 5 થી 13 ગુણસ્થાનક સુધીનો વિકાસ ક્રિયાયોગથી જ છે. 7 મા ગુણસ્થાનકે સાધુ અપ્રમત્ત છે જેટલા અંશે ચારિત્રમોહને દૂર કરે તેટલા અંશે ક્રિયાયોગ ઔષધ રૂપે બને. મન-વચન - કાયાની પ્રવૃત્તિ દ્વારા મોહ હટે તે ક્રિયાયોગ ભવ રોગ માટે ઔષધરૂપ બને. “ચારિત્ર ગુણવર્ધન નિર્મળ શિવસુખદાયી, ભાવ અયોગી કરણ ઢચિ, મુનિવર ગુપ્રિ ધરત " ૪થા ગુણસ્થાનકે આત્માને સંપૂર્ણ અયોગી બનવાની ભાવના હોય તેથી છઠ્ઠા ગુણસ્થાનકે આવે ત્યારે ગુપ્તિ પ્રધાન ચારિત્ર ગુણની સાધના કરે અને જેમ જેમ સાધનાનિર્મળ થતી જાય તેમ એને મોક્ષ અપાવનાર બને, અને ભાવ અયોગી બનીને ક્રિયાની રુચિથી મુનિવર ગુપ્તિને ધારણ કરે છે. ચારિત્ર ગુણનો વિકાસ કરાવે ને નિર્મળ એવુ શિવસુખ અપાવે. પાંચમે ગુણસ્થાનકે રહેલો આત્મા ચારિત્ર ક્રિયાનો અધિકારી બને છે. જડ ક્રિયા કરી તો જડ (પુણ્ય) નો જ લાભ કરાવશે. સમકિત દેષ્ટિના મનમાં મોક્ષ રમતો હોય તે કાયપાતી હોય પણ ચિત્તપાતી ન હોય. બાહ્ય ધર્મ કરતાં બધા અંતરાય કરી શકે પણ મનમાં ધર્મ કરતા કોઈ અંતરાય નહી કરી શકે. મોક્ષની અસંગ અવસ્થાને સ્વીકારે. તેણે અહીં જ અસંગ બનવાની રુચિ ઉભી કરવી પડશે. પરમાત્મા પણ છઘસ્થ દશામાં ગૃહસ્થાશમાં હોય ત્યારે 4 થા ગુણસ્થાનકે જ હોય પણ ચારિત્રનો અનુભવ નહી, ને જેવો સંગછોડયો, ચારિત્ર જ્ઞાનસાર || 154