________________ પરંતુ શ્રદ્ધાના ઠેકાણા નથી જો શાસનના અનુશાસનમાં રહીયે તો શાસન અવશ્ય સિદ્ધિને આપનારું છે. વર્ષોથી સામાયિક કરીએ તો ફળ કેમ ન મળે? સમતા કેમ ન આવે? ખામી કોની? આપણી કે સામાયિકની? કેટલાય આત્માઓ સામાયિક ધર્મ પાળી સર્વ કર્મ ખપાવી મોક્ષે ગયા છે આપણે નથી તર્યા કેમ કે સામાયિક ધર્મને બરાબર સમજ્યા જ નથી. આંકડાની ગણતરી રૂપે સામાયિક કરી પણ ગુણરૂપે સામાયિક કરી નહી. તેથી સમતા આવી નહી. અપુર્નબંધક દશાવાળો આત્મા કોઈપણ ક્રિયા જિજ્ઞાસા વગર અને સમજણના પ્રયત્ન વગર કરે જ નહીં. આવું શાસન મળ્યા પછી આપણી દિશા અને દશા ગમગીન નહોવી જોઈએ. મિથ્યાત્વ શલ્યને કાઢવા પહેલો ઉપયોગ એ જોઈશે કે હું આત્મ સ્વભાવ ધર્મને પામવા માટે જ ધર્મ-ક્રિયા કરું છું અર્થાત્ મારે મારા આત્માનાં અને તેમાં રહેલા ગુણોના જ કર્તા બનવાનું છે. પરમાં સાવધ રહીને જીવવાનું છે. ધર્મનો કર્તા (ઉપયોગ ધમ) બનવાનું હતું તેને બદલે ક્રિયાનો કર્તા બન્યો, તેનાથી ધર્મનો પ્રતિપક્ષ જે દોષહતો તે મજબૂત બન્યો. સમતાનો પ્રતિપક્ષ માનમમતા-દોષ મજબૂત બન્યો. હું ક્રિયા કેવી સુંદર કરું છું. લોકમાં મારી પ્રશંસા થાય છે. ઈત્યાદિ. ધર્મ અને ક્રિયા બન્ને શબ્દ ભિન્ન છે. વ્યવહારથી ધર્મ-ક્રિયા કરી પરંતુ ધર્મમાં ઉપયોગ નથી તો માત્ર ક્રિયા જ કરી ધર્મ છૂટયો સાથે સાથે માન દોષ પ્રગટ થયો - કે મેં ક્રિયા બરાબર કરી છે આથી માયા શલ્ય આવીને ઉભુ રહ્યુ કેમ કે મિથ્યાત્વ ગયુ નહી. મેં પંચાંગ પ્રણિપાત રૂપખમાસમણ આપ્યું પરંતુ મેં કોના બદલે કોને આપ્યું તે ઉપયોગ ન રહ્યો. આત્માના ગુણો વડે ગુણીને ખમાસમણ આપવાનું હતું તે ઉપયોગ ન રહયો તેથી શરીર દ્વારા શરીરને ખમાસમણ આપ્યું અર્થાત્ જડ ક્રિયા કરી. તેમાં ભાવ ન મળ્યો તેથી ગમે તેટલા ખમાસમણ આપો પણ જ્ઞાનસાર || લપર