________________ ક્રિયારૂપી ઔષધનું પાન કરાવવામાં આવે તો અનાદિકાળથી જે ગુણો દબાયેલા છે તેનું પ્રગટીકરણ થવું જ જોઈએ. વર્તમાનમાં આવુ બનતું નથી તેનું કારણ શું છે? હું ધર્મક્રિયા કરું છું એટલે શું? આત્મ ધર્મને પામવા ક્રિયા કરું છું. એ ઉપયોગ આવે છે ખરો? આત્મામાં રહેલા દોષો દૂર કરવા અને ગુણને પ્રગટ કરવા ધર્મ ક્રિયા કરું છું. આ ઉપયોગના લક્ષપૂર્વક ક્રિયામાં–મોહન ભળે અને ગુણોમાં આત્મા પરિણમન પામે તેવા લક્ષ અને પ્રયત્ન થાય તો ક્રિયાનિર્જરાનું કારણ બને. જ્ઞાનશક્તિ અને વીર્ય શક્તિ “પર” માં પરિણમે છે તેથી અસ્થિરતા થાય છે અને ક્રિયા રૂપી ઔષધ દોષોને નાશ પમાડવામાં સહાયભૂત થતુ નથી. પર વસ્તુ બધી જ અસ્થિર છે તેથી આત્મા અસ્થિર બને છે. “સ્વ” માં રહેલો આત્મા સ્થિર છે જો વીર્ય શક્તિ - જ્ઞાન શક્તિ “સ્વ” માં હોય તો તે સ્થિર બને છે. આપણને અસ્થિર થવામાં ત્રણ શલ્ય પણ કારણભૂત છે. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિયાણ શલ્ય અહી પ્રધાન શલ્ય મિથ્યાત્વ - શલ્ય છે. માટે તેને વચમાં મૂક્યું તે હોય તો જ માયાશલ્ય અને નિયાણ શલ્ય આવી શકે. મિથ્યાત્વ શલ્યના કારણે આત્મામાં જ્ઞાનનો સાચો નિર્ણય થતો જ નથી, તે વિપરીત જ્ઞાન કરાવે છે તેથી જ્ઞાન મલિન બને છે. મિથ્યાત્વ નાં બે કાર્યો છે (1) વસ્તુમાં નિર્ણય વિપરીત કરે (જ્ઞાનને મલિન કરે) (2) ઢચિનો પરિણામ “સ્વ” ના બદલે “પર” માં ફેરવી નાંખે. સમક્તિના પણ બે કાર્યો છે. (1) વસ્તુમાં હેયોપાદેયનો યોગ્ય નિર્ણય કરે (2) રુચિનો પરિણામ “પર” ના બદલે “સ્વ” માં ફેરવી નાંખે. ધર્મની ક્રિયા ધર્મનું કાર્ય શા માટે કરતી નથી? વસ્તુ વિશેની માન્યતા મિથ્યાત્વને કારણે ઉલટી થઈ. વસ્તુ જે સ્વરૂપે નથી તે સ્વરૂપે વસ્તુને માને છે. આ માન્યતા જયાં સુધી છૂટે નહી ત્યાં સુધી ક્રિયા - ઔષધ રૂપે કાર્ય કરે નહી અંદર ઉહાપોહ નથી તે ખોટુ છે ધર્મ તો સર્વજ્ઞ એવા વીતરાગ પરમાત્માએ બતાવેલો છે. તેથી તે અવશ્ય ફળ આપે જ જ્ઞાનસાર // 151