________________ રૂપ બને છે. ચામડીનો રોગ લોહીની અશુદ્ધિ ને કારણે થાય છે તો લોહીની અશુદ્ધિ રૂપ અંતર-શલ્ય જયાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ચામડીનો રોગ દૂર ન થાય. તે જ રીતે જો મન અસ્થિર હોય તો તે ક્રિયામાં શુદ્ધિ ન હોવાથી તે ક્રિયા આવી રીતે ફળતી નથી. અસ્થિરતાએશું છે?પર ઘરમાં-પુદગલ ભાવોમાં રમવું તેઅસ્થિરતા છે. ક્રિયા આત્માના ભાવ ઔષધરૂપ ક્યારે બને? આત્મા પર સ્વભાવમાં રમતો હોય અને ક્રિયા ધર્મ માટેની કરતો હોય તો તે ક્રિયા આત્માનું ઔષધ કઈ રીતે બની શકે. જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. જ્ઞાન પર -ભાવ અનુયાયી બન્યું તો તે સ્વભાવગત ફળ કઈ રીતે આપે? અપથ્યનું સેવન કરો છો ને ઔષધ પણ કરો છો તો જે રોગને દૂર કરવાનું પ્રણિધાન છે તે સિદ્ધ થાય ખરું? શરદી થઈ હોયને ઠંડા પીણા પીએ તો શરદી કેવી રીતે દૂર થાય? ચેતના અને આત્મવીર્ય જયારે પર સંરક્ષક બને છે ત્યારે તે કર્મ કાપવાને બદલે કર્મ વધારવાનું કાર્ય કરે છે. જેમ ઠંડા પીણાં પીવાથી શરદી મટવાને બદલે વધે છે. આથી પરભાવમાં સતત જતા ચેતના અને આત્મવીર્યને સ્વભાવમાં પાછું વાળવાનું છે. સંસાર એ કચરો છે એવું તમને લાગે છે? કચરાની સામું તમે જુઓ ખરા? સંસાર સામે તમે જુઓ છો ને? કેમ કે તમને હજુ એનામાં કચરાના દર્શન થયા નથી. જયાં સુધી સંસાર તમને કચરા પેટી નહી લાગે ત્યાં સુધી તમારામાં રહેલું મિથ્યાત્વ એ તમને આત્માનું ભાવ-ઔષધ પામવા નહીં. જયારે આત્મવીર્યનું આત્માના પ્રદેશોમાં પ્રવર્તન થશે ત્યારે આ ક્રિયા રૂપી. ઔષધ આત્માના આરોગ્યને લાવી આપવામાં સમર્થ થશે. આમ કચરાના ઢગલામાં કચરા તરીકેનો પાકો નિર્ણય છે તેમ સંસાર આત્મા માટે નકામો છે એવો પાકો નિર્ણય થઈ જવો જોઈએ. જ્ઞાનસારે || 150